શોધખોળ કરો
Advertisement
IND v AUS: પંતનો કેચ પકડવાની સાથે પેનીએ બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ, ધૂરંધર વિકેટકિપરોને રાખી દીધા પાછળ, જાણો વિગતે
ટીમ પેની વિકેટ પાછળ સૌથી ઝડપી 150 શિકાર કરનારો વિકેટકિપર બની ગયો હતો.
મેલબર્નઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે ટી બ્રેક સુધીમાં 5 વિકેટના નુકસાન પર 189 રન બનાવી લીધા છે. મેચમાં સ્ટાર્કની ઓવરમાં ઓસ્ટ્રેલિયાને કેપ્ટન અને વિકેટકિપર ટીમ પેનીએ રિષભ પંતનો કેચ કરવાની સાથે જ મોટો રેકોર્ડ પોતાના નામે બનાવી લીધો હતો.
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 40 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો. મિચેલ સ્ટાર્કના બોલમાં તેનો કેચ વિકેટકીપર ટીમ પેનીએ ઝડપી લીધો હતો. આ સાથે ટીમ પેની વિકેટ પાછળ સૌથી ઝડપી 150 શિકાર કરનારો વિકેટકિપર બની ગયો હતો. પેનીએ 33મી મેચમાં આ ઉપલબ્ધિ મેળવી હતી. જ્યારે સાઉથ આફ્રિકાની ક્વિન્ટન ડી કોકે 34મી ટેસ્ટ, ઓસ્ટ્રેલિયાની એડમ ગિલક્રિસ્ટે 36મી ટેસ્ટ, સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરે 38મી ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયાના રોડની માર્શે 39મી ટેસ્ટમાં આ કારનામું કર્યુ હતું.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 195 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પેટરનીટી લીવ પર હોવાથી ભારતનું સુકાની પદ અજિંક્ય રહાણે સંભાળી રહ્યો છે.
મોરારીબાપુ સામે ક્યા શહેરમાં સરકારી જમીન પચાવી પાડવાનો થયો આક્ષેપ ? તપાસ મુદ્દે કલેક્ટરે શું કહ્યું ?
ગુજરાત કોંગ્રેસમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડે લીધો મોટો નિર્ણય, જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement