India vs England 2021: ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો ટેસ્ટ મેચમાંથી બહાર
ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ કેટલાક મહત્ત્વના ખેલાડીઓ વગર મેદાન પર રમી રહી છે. બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ, બ્રોડ અને જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓ ભારત સામેની આ ટેસ્ટ મેચમાં નથી રમી રહ્યા.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ખૂબ જ મોટો ફટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. માર્ક વડ એના જમણા ખભામાં ઈજા થતા તે આગામી મેચ રમી શકે એમ નથી. ટીમ ઈંગ્લેન્ડ સીરીઝની શરૂઆતથી જ કેટલીક પરેશાનીઓનો સામનો કરી રહી છે. એવામાં ફાસ્ટ બોલર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જતા ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હવે બોલિંગ સાઈડ તરફથી મુશ્કેલીઓ વધી ગઈ છે. જે ભારત માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે.
વુડ ઈંગ્લેન્ડની આ ટીમમાં યથાવત રહેશે. રીહેબલીટેશનમાંથી પસાર થશે. ટેસ્ટ મેચ પૂરી થયા બાદ તેમની તપાસ થશે. ચેકઅપ કરવામાં આવશે. ત્યાર બાદ એના પર કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. વુડે લોર્ડ્સના મેદાન પર પાંચ મહત્ત્વની વિકેટ ખેરવી હતી. ભારત સામેની મેચમાં લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ભારતીય ટીમની ઈંનિગ્સમાં 74મી ઓવર પર બાઉન્ડ્રી પર રીષભ પંતનો શોટ રોકવાનો પ્રયાસ કરતા એના જમણા ખભામાં ઈજા થઈ હતી. ત્યાં રહેલી ફિઝિયો ટીમે એની તપાસ કરી હતી. એ પછી ચોથા દિવસે તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. પાંચમાં દિવસે તેણે ભારતીય લોઅર ઓર્ડરમાં ફાસ્ટ બોલિંગ કરી હતી.
ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ કેટલાક મહત્ત્વના ખેલાડીઓ વગર મેદાન પર રમી રહી છે. બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ, બ્રોડ અને જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓ ભારત સામેની આ ટેસ્ટ મેચમાં નથી રમી રહ્યા. ત્રીજી ટેસ્ટ મેચ માટે સાકિબ મહમૂદની પસંદગી કરવામાં આવી છે. ટેસ્ટ સીરીઝનો ત્રીજો મેચ તા.25 ઓગસ્ટના રોજ રમાશે.
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં 272 રનનો લક્ષ્યાંક પાર પાડવા માટે મેદાને ઊતરેલી ટીમ ઈંગ્લેન્ડ ભારતીય બોલરની ઘાતક બોલિંગ સામે ઘૂંટણીએ થઈ ગઈ હતી. સમગ્ર ટીમ 120 રનમાં સમેટાઈ ગઈ હતી. આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જો રૂટે સૌથી વધારે 33 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સિરાજે દમદાર બોલિંગ કરી હતી. બીજી ટેસ્ટમાં તેણે આઠ વિકેટ ખેરવી હતી. જ્યારે બેટિંગમાં તેણે 34 રન કર્યા હતા. આ ઉપરાંત છેક સુધી અણનમ રહ્યો હતો. જ્યારે બીજા દાવમાં 3 વિકેટ પણ ખેરવી હતી. શમી અને બુમરાહ વચ્ચે 9મી વિકેટ માટે 89 રનની યાદગાર ભાગીદારીએ ઈંગ્લેન્ડની ટીમને જીતથી દૂર કરી દીધી હતી. પહેલી ટેસ્ટ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.