IND vs ENG 2nd Test Live: કે.એલ. રાહુલની સદી, મજબૂત સ્થિતિમાં ટીમ ઈન્ડિયા
India vs England 2nd Test Live: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ રમાઈ રહી છે. બંન્ને ટીમો વચ્ચે ગયા અઠવાડિયે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી જે ડ્રો રહી હતી.
LIVE
Background
નવી દિલ્હીઃ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ રમાશે. બંન્ને ટીમો વચ્ચે ગયા અઠવાડિયે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી જે ડ્રો રહી હતી. બીજી ટેસ્ટ અગાઉ બંન્ને ટીમો પોતાના ઇજાગ્રસ્ત ખેલાડીઓના કારણે મુશ્કેલમાં જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટમાં ખૂબ મજબૂત સ્થિતિમાં હતી. પ્રથમ ઇનિંગમાં ટોચના બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું છતાં ટીમ ઇન્ડિયાએ 277નો સ્કોર કર્યો હતો. ભારતીય બોલર શાર્દુલ ઠાકુર ઇજાગ્રસ્ત છે જેના કારણે તે બીજી મેચમાં રમી શકશે નહીં.
ઈન્ડિયા હાલ મજબૂત સ્થિતમાં
ટીમ ઈન્ડિયા હાલ મજબૂત સ્થિતમાં છે. રાહુલ અને કોહલી રમતમાં છે.
રાહુલની સદી
કે.એલ. રાહુલે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. રાહુલ 214 બોલમાં 103 રન બનાવી રમતમાં છે.
રાહુલ 59 રન રમતમાં
ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ચેતેશ્વર પૂજારા 9 રન બનાવી આઉટ થયો છે. હાલ કોહીલ અને રાહુલ રમતમાં છે. રાહુલ 59 રન રમતમાં છે.
ભારતનો સ્કોર 46 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન
હાલ ભારતીય ટીમનો સ્કોર 46 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન છે.
રોહિત શર્મા 83 રન બનાવી આઉટ
ભારતીય ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 83 રન બનાવી આઉટ થયો છે.