શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: અશ્વિને માલ્કમ માર્શલનો રેકોર્ડ તોડ્યો, હેડલીના રેકોર્ડની કરી બરાબરી
અશ્વિને ટેસ્ટ મેચમાં 5 વિકેટ અને 50 રન ફટકારવાની સિદ્ધી છઠ્ઠી વખત મેળવી હતી. જેની સાથે તેણે માલ્કમ માર્શલને પાછળ રાખી દીધા હતા.
IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 221 રન છે. રવિચંદ્રન અશ્વિન 68 રને રમતમાં છે. ભારતની કુલ લીડ 416 રન પર પહોંચી છે. અશ્વિને 50 ફટકારવાની સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
અશ્વિને ટેસ્ટ મેચમાં 5 વિકેટ અને 50 રન ફટકારવાની સિદ્ધી છઠ્ઠી વખત મેળવી હતી. જેની સાથે તેણે માલ્કમ માર્શલને પાછળ રાખી દીધા હતા અને રિચર્ડ હેડલની બરોબરી કરી હતી. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ટેસ્ટમાં આવી સિદ્ધી નવ વખત મેળવી ચુક્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં 50 રન અને 5 વિકેટની બેવડી ઉપલબ્ધી મેળવવામાં ઈયાન બોથમ મોખરે છે. તેણે 11 વખત આ સિદ્ધી મેળવી છે. ભારતના કપિલ દેવ અને રવિન્દ્ર જાડેજા તથા ન્યૂઝીલેન્ડનો ક્રિસ કેઇર્ન્સ 4 વખત આ પરાક્રમ કરી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement