શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

India Vs England 5th Test: ઇગ્લેન્ડ સામે ઇતિહાસ રચવા ઉતરશે ટીમ ઇન્ડિયા, પડિક્કલ કરી શકે છે ડેબ્યૂ

India Vs England 5th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમાશે

India Vs England 5th Test:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમાશે. ટીમ ઈન્ડિયા હાલમાં શ્રેણીમાં 3-1થી આગળ છે. હવે ટીમ ઇન્ડિયાની નજર ધર્મશાલા ટેસ્ટ પર છે. દેવદત્ત પડિક્કલને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. રજત પાટીદારની જગ્યાએ તેને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવી શકે છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. તેને ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો.

ભારતના ટોપ ઓર્ડરનું શાનદાર પ્રદર્શન

ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરે ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરનાર યશસ્વી જયવાલે આ સીરીઝમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 655 રન બનાવ્યા છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ પણ 297 રન બનાવ્યા છે. હિટમેને રાજકોટ ટેસ્ટ દરમિયાન શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલ અને સરફરાઝ ખાન પણ આ મામલે પાછળ નથી. આ બંનેએ છેલ્લી ઇનિંગ્સમાં પોતાના પ્રદર્શનથી ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

પાટીદારને તક નહીં મળે

ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી આ મેચ ડાબા હાથના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ માટે ખાસ બની શકે છે. આઉટ ઓફ ફોર્મ પાટીદારની જગ્યાએ તેને રમવાની તક મળી શકે છે. વાસ્તવમાં રજતે વિશાખાપટ્ટનમ ટેસ્ટ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. તે પ્રથમ દાવમાં 32 અને બીજી ઇનિંગમાં નવ રન કરીને આઉટ થયો હતો. જે બાદ તેને રાજકોટમાં વધુ એક તક આપવામાં આવી હતી, પરંતુ તે ફરી એકવાર નિષ્ફળ ગયો હતો. તે પ્રથમ દાવમાં માત્ર પાંચ રન જ બનાવી શક્યો હતો. બીજી ઈનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આવી સ્થિતિમાં છ ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ન ફટકારનાર રજતને બહાર બેસવું પડી શકે છે.

પડિક્કલ ડેબ્યૂ કરશે?

કર્ણાટકના બેટ્સમેનની વાત કરીએ તો તે અત્યારે ફોર્મમાં છે. 31 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે 44.54ની એવરેજથી 2227 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે છ સદી અને 12 અડધી સદી ફટકારી છે. પડિક્કલે તેની છેલ્લી 11 ઇનિંગ્સમાં પાંચ સદી ફટકારી છે. તેણે કર્ણાટક માટે ત્રણ અને ઈન્ડિયા-A માટે બે સદી ફટકારી છે. તેના શાનદાર ફોર્મને જોતા રોહિત શર્મા તેને રાંચી ટેસ્ટમાં રજત પાટીદારના સ્થાને તક આપી શકે છે. આ મેચમાં ધ્રુવ જુરેલ વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. રાંચીમાં રમાયેલી ચોથી મેચમાં તેણે 90 રનની શાનદાર ઈનિંગ રમી અને ભારતને પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડના 353 રનના સ્કોરનો પીછો કરવામાં મદદ કરી હતી.

પાંચમી ટેસ્ટમાં સિરાજનું પત્તું કપાશે!

આ મેચમાં ભારતના બોલિંગ આક્રમણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. વાસ્તવમાં ચોથી ટેસ્ટમાં રોહિત શર્માએ બુમરાહની જગ્યાએ આકાશ દીપને તક આપી હતી. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ત્રણ વિકેટ લઈને પ્રભાવિત કર્યો હતો. જ્યારે મોહમ્મદ સિરાજને માત્ર બે વિકેટ મળી હતી. બીજી ઈનિંગમાં તેને કોઈ સફળતા મળી ન હતી. સિરાજે આ શ્રેણીમાં ત્રણ મેચ રમી હતી. તેને રાજકોટ ટેસ્ટમાં ચાર અને રાંચીમાં બે વિકેટ મળી હતી. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરને ધર્મશાલા ટેસ્ટમાં દરવાજો દેખાડવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ભારત બે ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરો સાથે જઈ શકે છે.

અશ્વિન 100મી ટેસ્ટ રમશે

ભારતીય ટીમનો અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન તેની કારકિર્દીની 100મી ટેસ્ટ રમશે. આવું કરનાર તે 14મો ભારતીય ખેલાડી બનશે. ભારત આ મેચમાં ત્રણ સ્પિનરો સાથે ઉતરશે. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા ભારતીય બોલિંગ આક્રમણના મહત્વના ભાગ છે. બંનેએ આ શ્રેણીમાં અનુક્રમે 12 અને 17 વિકેટ લીધી છે. આ સાથે જ અશ્વિને ચાર મેચની આઠ ઇનિંગ્સમાં 18 વિકેટ ઝડપી છે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11

 યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, સરફરાઝ ખાન, રજત પાટીદાર/દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ/સિરાજ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Pate: સરકારી કર્મચારીઓના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણયRajkot News | મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદAhmedabad News: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ટરનેશનલ શાળામાં વાલીઓનો હોબાળોCM Bhupendra Patel: વડોદરાને CM ભૂપેન્દ્ર પટેલની  616 કરોડનાં વિકાસકાર્યોની ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
આ ખેડૂતોનો પીએમ કિસાનનો આગામી હપ્તો અટકી જશે! ફટાફટ આ કામ પૂરું કરો
આ ખેડૂતોનો પીએમ કિસાનનો આગામી હપ્તો અટકી જશે! ફટાફટ આ કામ પૂરું કરો
ઓનલાઈન ક્લાસ બાળકો માટે કેટલું ખતરનાક, કઈ-કઈ બીમારીઓના બનાવે છે શિકાર ?
ઓનલાઈન ક્લાસ બાળકો માટે કેટલું ખતરનાક, કઈ-કઈ બીમારીઓના બનાવે છે શિકાર ? 
ટ્રેન ઉપડવાના થોડા કલાક પહેલા મળી શકે છે કન્ફર્મ સીટ, જાણો કઈ રીતે લઈ શકો આ સુવિધાનો લાભ
ટ્રેન ઉપડવાના થોડા કલાક પહેલા મળી શકે છે કન્ફર્મ સીટ, જાણો કઈ રીતે લઈ શકો આ સુવિધાનો લાભ
Embed widget