શોધખોળ કરો

IND vs ENG : ધોનીના આ ચેલાએ ભારતને હંફાવ્યું, પણ ન જીતાડી શક્યો મેચ

India vs England: એક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 200 રન થઈ ગયો હતો. પરંતુ ત્યાંથી સેમ કરને પહેલા આદિલ રાશિદ અને બાદમાં માર્ક વુડ સાથે મળીને ભારતીય ટીમને પરસેવો પડાવ્યો હતો. સેમ કરન આઈપીએલમાં ગત સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો.

India vs England 3rd ODI: ટીમ ઈન્ડિયાએ (Team India) ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે સીરીઝની  અંતિમ મેચમાં  ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યું હતું. જેની સાથે ભારતે ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી હતી. ખૂબ જ રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયા બાજી મારવામાં સફળ થયું હતું.

ઈંગ્લેન્ડને (England Tour of India 2021) અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરૂર હતી. પરંતુ નટરાજને શાનદાર બોલિંગ કરતા માત્ર 6 રન આપ્યા હતા. સેમ કરન (Sam Curran) 95 રન બનાવી નોટાઆઉટ રહ્યો હતો. સેમ કરન શાનદાર ઈનિંગ રમવા છતા ટીમને જીત ન અપાવી શક્યો નહોતો.ભારત માટે શાર્દુલ ઠાકુરે (Shardul Tahkur) 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને ( T Natrajan) 1 વિકેટ લીધી હતી.

એક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 200 રન થઈ ગયો હતો. પરંતુ ત્યાંથી સેમ કરને પહેલા આદિલ રાશિદ અને બાદમાં માર્ક વુડ સાથે મળીને ભારતીય ટીમને પરસેવો પડાવ્યો હતો. સેમ કરન આઈપીએલમાં (IPL 2020) ગત સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) તરફથી રમ્યો હતો. ધોનીએ (MS Dhoni) તેની ઓલરાઉન્ડ ક્ષમતાનો પૂરો ઉપયોગ કર્યો હતો અને ઓપનિંગ પણ કરાવ્યું હતું. તેણે આ મેચમાં ભારતને હંફાવવા ધોનીની જ રણનીતિ અપનાવી હતી. પણ ધોની જેવો ફિનિશિંગ કમાલ કરી શક્યો નહોતો. તે સિંગલ લેવાના બદલે બાઉન્ડ્રી કે ડબલ રન પર જ વધારે ધ્યાન આપતો હતો. જે બાદ તેની આ વ્યૂહરચનાની ધોની સાથે સરખામણી થઈ હતી.

આ પહેલા મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થયું હતું. ઋષભ પંત (Rishabh Pant) અને હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) અડધી સદી  ફટકારી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  પંતે 78 રન બનાવ્યા હતા અને હાર્દિકે  64 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય શિખર ધવને (Shikhar Dhawan) 67 રન બનાવ્યા હતા.  ઈંગ્લેન્ડ માટે માર્ક વુડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.  આદિલ રાશિદે 2, જ્યારે લિયમ લિવિંગ્સ્ટોન, રીસ ટોપ્લે, બેન સ્ટોક્સ, સેમ કરન અને મોઇન અલીએ 1-1 વિકેટ ઝડપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget