શોધખોળ કરો

IND vs NZ: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે અથવા જેઓ RT PCR નો નેગેટિવ રિપોર્ટ બતાવશે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે

India vs New Zealand 2nd T20: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રાંચીમાં સીરિઝની બીજી ટી-20 મેચ રમાશે.ટીમ ઇન્ડિયા બીજી ટી-20 મેચ જીતી સીરિઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં પાંચ વિકેટે ભારતે વિજય મેળવ્યો હતો.  JSCA ઈન્ટનેશનલ સ્ટેડિયમમાં રમાનારી બીજી T20 મેચ દરમિયાન ભારે ઝાંકળ પડવાની સંભાવના છે. ઝારખંડ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય સહાયે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 100 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી બાદ સ્ટેડિયમ ભરાઈ જશે તેવી અપેક્ષા છે.

અત્યાર સુધી ટી 20 ઇન્ટરનેશનલમાં ન્યૂઝિલેન્ડની ટીમનું પલડુ ભારે રહ્યું છે. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી 18 મેચ રમાઇ છે જેમાં 9 મેચમાં ન્યૂઝિલેન્ડનો વિજય થયો છે જ્યારે ટીમ ઇન્ડિયાએ સાત મેચ જીતી છે. તે સિવાય બે મેચનું કોઇ પરિણામ આવ્યું નહોતું.

રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે અથવા જેઓ RT PCR નો નેગેટિવ રિપોર્ટ બતાવશે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. સહાઈએ કહ્યું, "રાજ્ય સરકારે 100 ટકા હાજરી માટે પરવાનગી આપી છે અને અમને આશા છે કે ભારતમાં લાંબા સમય પછી, સ્ટેડિયમ ભરાઈ જશે. ગેલેરીઓમાં ખાદ્યપદાર્થો પણ ઉપલબ્ધ થશે. પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. "

તેમણે આગળ કહ્યું, 'લોકો બે વર્ષથી લોકડાઉનથી કંટાળી ગયા છે અને આ મેચને લઈને ઘણો ઉત્સાહ છે. ફરી એકવાર લોકો રસ્તા પર જોવા મળશે. જોકે, તેમણે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. સ્થળ-સ્થળે પરીક્ષણ કરવામાં આવશે અને મુલાકાતીઓએ 48 કલાકની અંદર બંને રસી અથવા નેગેટિવ RT-PCR રિપોર્ટના પ્રમાણપત્રો બતાવવાના રહેશે.

સહાઈએ કહ્યું, આશરે 39000 ની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની ટિકિટો રૂ. 900 થી રૂ. 9000 ની વચ્ચે છે અને તેનું વેચાણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. "અમારી પાસે 80 ટિકિટ બાકી છે જે ઈમરજન્સી ક્વોટા માટે છે, તે વેચવામાં આવશે નહીં," 

દરમિયાન ચીફ ક્યુરેટર શ્યામ બહાદુર સિંહે કહ્યું કે સાંજે 7.30 વાગ્યા પછી ઘણું ઝાકળ પડવાની સંભાવના છે, જેના કારણે ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તે સામાન્ય રીતે બેટ્સમેન માટે મદદરૂપ વિકેટ છે, જેનો ઉપયોગ છેલ્લે જુલાઈમાં ઝારખંડ સ્ટેટ ટી20 ટુર્નામેન્ટ માટે કરવામાં આવ્યો હતો.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ

રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, અક્ષર પટેલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને મોહમ્મદ સિરાજ

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget