IND vs NZ: કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી- 20 મેચ, ધોની પણ રહેશે હાજર!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે JSCA ઈન્ટનેશનલ સ્ટેડિયમમાં રમાનારી બીજી T20 મેચ દરમિયાન ભારે ઝાંકળ પડવાની સંભાવના છે.
India vs New Zealand 2nd T20: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે JSCA ઈન્ટનેશનલ સ્ટેડિયમમાં રમાનારી બીજી T20 મેચ દરમિયાન ભારે ઝાંકળ પડવાની સંભાવના છે. ઝારખંડ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય સહાયે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 100 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી બાદ સ્ટેડિયમ ભરાઈ જશે તેવી અપેક્ષા છે.
રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે અથવા જેઓ RT PCR નો નેગેટિવ રિપોર્ટ બતાવશે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. સહાઈએ કહ્યું, "રાજ્ય સરકારે 100 ટકા હાજરી માટે પરવાનગી આપી છે અને અમને આશા છે કે ભારતમાં લાંબા સમય પછી, સ્ટેડિયમ ભરાઈ જશે. ગેલેરીઓમાં ખાદ્યપદાર્થો પણ ઉપલબ્ધ થશે. પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. "
તેમણે આગળ કહ્યું, 'લોકો બે વર્ષથી લોકડાઉનથી કંટાળી ગયા છે અને આ મેચને લઈને ઘણો ઉત્સાહ છે. ફરી એકવાર લોકો રસ્તા પર જોવા મળશે. જોકે, તેમણે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. સ્થળ-સ્થળે પરીક્ષણ કરવામાં આવશે અને મુલાકાતીઓએ 48 કલાકની અંદર બંને રસી અથવા નેગેટિવ RT-PCR રિપોર્ટના પ્રમાણપત્રો બતાવવાના રહેશે.
સહાઈએ કહ્યું, આશરે 39000 ની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની ટિકિટો રૂ. 900 થી રૂ. 9000 ની વચ્ચે છે અને તેનું વેચાણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. "અમારી પાસે 80 ટિકિટ બાકી છે જે ઈમરજન્સી ક્વોટા માટે છે, તે વેચવામાં આવશે નહીં,"
રાંચીના દુલારા અને ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ શહેરમાં જ છે, પરંતુ તે મેચ જોવા આવશે કે નહીં તે હજુ નક્કી નથી. સહાઈએ કહ્યું, "ધોની અહીં છે અને આજે તેઓ કોર્ટ પર ટેનિસ રમ્યા હતા. અમે કહી શકતા નથી કે તે મેચ જોવા આવશે કે નહીં."
દરમિયાન ચીફ ક્યુરેટર શ્યામ બહાદુર સિંહે કહ્યું કે સાંજે 7.30 વાગ્યા પછી ઘણું ઝાકળ પડવાની સંભાવના છે, જેના કારણે ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તે સામાન્ય રીતે બેટ્સમેન માટે મદદરૂપ વિકેટ છે, જેનો ઉપયોગ છેલ્લે જુલાઈમાં ઝારખંડ સ્ટેટ ટી20 ટુર્નામેન્ટ માટે કરવામાં આવ્યો હતો.