IND vs PAK: ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે WTC ફાઇનલ ? જાણો પુરેપુરુ સમીકરણ
IND vs PAK WTC Final 2023-25: તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો
IND vs PAK WTC Final 2023-25: તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પાકિસ્તાનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પૉઈન્ટ ટેબલમાં ઘણું નુકસાન થયું છે. આ હાર બાદ પાકિસ્તાન માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ બની ગયું છે. જોકે સમીકરણ મુજબ પાકિસ્તાન હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકે છે. તો શું આ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ યોજાઈ શકે? જાણો અહીં...
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પૉઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરનાર પાકિસ્તાન 8માં સ્થાને પહોંચી ગયું છે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદારોમાંની એક છે, જ્યારે પાકિસ્તાન માટે ફાઈનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. 6માંથી માત્ર 2 મેચ જીત્યા બાદ પાકિસ્તાનની જીતની ટકાવારી માત્ર 30.56 છે.
જોકે, પાકિસ્તાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ચક્રમાં હજુ 8 વધુ ટેસ્ટ રમવાની છે. ફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને તેની તમામ 8 મેચ જીતવી પડશે. જોકે, પાકિસ્તાન માટે આ સરળ નહીં હોય કારણ કે તેને વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જેવી વિરોધી ટીમો સામે રમવાનું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ શકે છે ફાઇનલ -
નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પૉઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. ભારતીય ટીમે 9માંથી 6 મેચ જીતી, 2માં હાર અને 1 મેચ ડ્રૉમાં સમાપ્ત થઈ. જ્યારે બીજા નંબર પર રહેલી ઓસ્ટ્રેલિયાએ 12 મેચ રમી છે, જેમાં તેણે 8 મેચ જીતી છે, 3માં હારનો સામનો કરવો પડ્યો છે અને 1 મેચ ડ્રૉ રહી છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 62.50 છે.
પાંચ મેચની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવેમ્બર 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન રમાશે. પાંચ મેચોની આ સીરીઝ બંને ટીમો માટે ફાઇનલમાં પહોંચવા માટે મહત્વની રહેશે. નોંધનીય છે કે 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો
Shikhar Dhawan: 'ગબ્બર'નું થશે ધમાકેદાર કમબેક, રિટાયરમેન્ટ બાદ હવે આ લીગથી ઉતરશે મેદાનમાં