શોધખોળ કરો

Shikhar Dhawan: 'ગબ્બર'નું થશે ધમાકેદાર કમબેક, રિટાયરમેન્ટ બાદ હવે આ લીગથી ઉતરશે મેદાનમાં

Shikhar Dhawan Joins Legends League Cricket: ગયા શનિવારે એટલે કે 24 ઓગસ્ટે શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

Shikhar Dhawan Joins Legends League Cricket: ગયા શનિવારે એટલે કે 24 ઓગસ્ટે શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 38 વર્ષીય ધવનની નિવૃત્તિના સમાચાર સાંભળીને ભારતીય ચાહકો ચોંકી ગયા હતા, પરંતુ હવે તેમણે લોકોને ખુશખબરી આપી છે. નિવૃત્તિની જાહેરાત કર્યાના બે દિવસ બાદ જ તેને લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમવાની જાહેરાત કરી દીધી છે.

પીટીઆઈ અનુસાર, શિખર ધવને કહ્યું છે કે, - એલએલસીમાં જોડાવું મારા માટે નિવૃત્તિ પછી સૌથી આદર્શ નિર્ણય લાગે છે. મારું શરીર ક્રિકેટની રમતની માંગને પહોંચી વળવા માટે હજુ પણ ફિટ છે. જો કે, હું નિવૃત્તિ લેવાના નિર્ણયથી ખુશ છું, પરંતુ ક્રિકેટ મારા જીવનનો એક અભિન્ન ભાગ છે, જે મારાથી ક્યારેય છીનવી શકાય નહીં. અમે ક્રિકેટ જગતમાં મારા મિત્રો સાથે રમીને પ્રશંસકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખીશું.

ક્યારે શરૂ થશે લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) 
લીજેન્ડ્સ લીગ ક્રિકેટની આગામી આવૃત્તિ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે, જેમાં નિવૃત્ત ક્રિકેટરોની ટીમો રમતી જોવા મળશે. યુવરાજસિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ અને હરભજનસિંહ સહિત ઘણા વિદેશી ક્રિકેટરો પણ આ લીગમાં રમતા જોવા મળ્યા હતા.

એલએલસીના સહ-સ્થાપક રમણ રહેજાએ પણ શિખર ધવન સાથે જોડાવા પર ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે ધવનના આગમનથી લીગમાં સ્પર્ધાનું સ્તર વધશે અને ચાહકો પણ પોતાના મનપસંદ ક્રિકેટરને જોઈને વધુ ઉત્સાહ બતાવશે. જો આપણે ધવનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 167 ODI મેચોમાં 6,793 રન બનાવ્યા હતા. તેના નામે 50 ઓવરના ફોર્મેટમાં 17 સદી અને 39 અડધી સદી પણ છે. આ સિવાય તેણે 34 ટેસ્ટ મેચમાં 2,315 રન અને 68 T20 મેચમાં 1,759 રન બનાવ્યા છે.

આ પણ વાંચો

IND vs PAK: ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે WTC ફાઇનલ ? જાણો પુરેપુરુ સમીકરણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget