IND vs PAK Asia Cup 2023: રિઝર્વ ડેમાં રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ
India vs Pakistan Score LIVE: એશિયા કપ 2023માં આજે મહામુકાબલો રમાઇ રહ્યો છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે
LIVE
Background
India vs Pakistan Score LIVE: એશિયા કપ 2023માં આજે મહામુકાબલો રમાઇ રહ્યો છે, બે કટ્ટર હરિફો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને દેશો શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે. બન્ને વચ્ચેની પ્રથમ લીગ મેચમાં વરસાદી વિઘ્ન નડ્યો હતો અને મેચ પુરી ન હતી થઇ શકી. બાદમાં મેચમાં બન્ને ટીમોને પૉઇન્ટ વહેંચવામાં આવ્યા હતા. આજે બન્ને ટીમો ફરી એકવાર સુપર 4માં ટકરાઇ રહી છે. ટૂર્નામેન્ટના આ તબક્કે ભારતની આ પ્રથમ મેચ હશે. પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામેની મેચ બાદ આ બીજી મેચ રમી રહી છે. આ પહેલા પાકિસ્તાને સુપર 4ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતુ. ક્રિકેટ ફેન્સ આજની મેચને લઈને ભારે ઉત્સાહમાં છે.
હવે આવતીકાલે ભારત-પાક મેચ રમાશે
સતત વરસાદ અને ખરાબ આઉટફિલ્ડના કારણે ભારત-પાક મેચને રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવી છે. હવે આવતીકાલે આ શાનદાર મેચ રમાશે. આવતીકાલે બપોરે 3 વાગ્યે મેચ શરૂ થશે. તમને જણાવી દઈએ કે આવતીકાલે સંપૂર્ણ 50 ઓવરની રમત રમાશે. એટલે કે, ટીમ ઈન્ડિયા 24.1 ઓવરથી આગળ રમશે. વરસાદ આવ્યો ત્યાં સુધી 24.1 ઓવર રમાઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 17 રને અને વિરાટ કોહલી 08 રને અણનમ છે. આ પહેલા રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતને શાદાબ ખાને આઉટ કર્યો હતો જ્યારે ગિલને શાહીન આફ્રિદીએ પેવેલિયન મોકલ્યો હતો.
વરસાદને કારણે રમત બંધ
25મી ઓવરમાં અચાનક ભારે વરસાદ શરૂ થયો. જેના કારણે રમત બંધ થઈ ગઈ છે. મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન છે. વિરાટ કોહલી 08 અને કેએલ રાહુલ 17 રને રમી રહ્યા છે. આ પહેલા રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો.
કેપ્ટન રોહિત શર્માની ફિફ્ટી
શુભમન ગીલ બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ તાબડતોડ બેટિંગ કરતાં પોતાની ફિફ્ટી પુરી કરી લીધી છે. રોહિત શર્માએ 42 બૉલમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 50 રન પુરા કર્યા છે, રોહિત શર્માની આ 50મી વનડે ફિફ્ટી છે. ટીમનો સ્કૉર અત્યારે 15 ઓવરના અંતે વિના વિકેટે 115 રન પર પહોંચ્યો છે.
ભારતનો સ્કૉર 100 રનને પાર
પાકિસ્તાન સામેની મેચમાં શુભમન-રોહિતની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. 14 ઓવર બાદ ભારતે વિના વિકેટે 103 રન બનાવી લીધા છે. શુભમને પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. શુભમને 43 બૉલમાં 52 રન અને રોહિત શર્મા 41 બૉલમાં 44 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાન સામે ભારતીય ટીમ અત્યારે મજબૂત સ્થિતિમાં છે.
શુભમન ગીલની ફિફ્ટી
રોહિત શર્મા અને શુભમન ગીલ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. 13 ઓવર બાદ ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 96 રન બનાવી લીધા છે. શુભમને 37 બૉલમાં 10 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા છે. તે જ સમયે, રોહિત 41 બૉલમાં 44 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.