(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA Series: બીજી મેચ માટે કટક પહોંચી ભારત અને આફ્રિકાની ટીમ, એરપોર્ટ પર ખેલાડીઓ કરવા લાગ્યા મસ્તી, VIDEO
ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની બીજી મેચ 12 જૂને રમાશે.
કટકઃ ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની બીજી મેચ 12 જૂને રમાશે. આ મેચ ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ કટક પહોંચી ગઈ છે.
Hello Cuttack 👋#TeamIndia | #INDvSA | @Paytm pic.twitter.com/928W93aWXs
— BCCI (@BCCI) June 10, 2022
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ દિલ્હીથી કટક જતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દિલ્હી અને કટક બંને એરપોર્ટ બતાવવામાં આવ્યા છે. આખી સફર દરમિયાન બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
દિલ્હી એરપોર્ટ પર મસ્તી કરી
દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતી વખતે ભારત અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ સમય પસાર કરતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા. એક વીડિયોમાં ભારતીય વિકેટકીપર અને વર્તમાન સિરીઝમાં કેપ્ટન ઋષભ પંત દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોક સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ભારતીય કોચ રાહુલ દ્રવિડ પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
કટકમાં ફૂલોથી સ્વાગત કરાયુ
તમામ ખેલાડીઓ કટક એરપોર્ટથી સીધા જ તેમની હોટલ પહોંચ્યા, જ્યાં દરેકનું ફૂલોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ પણ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. ખેલાડીઓએ એકબીજા પર ફૂલ ફેંક્યા હતા. કટકમાં તેમની હોટલના માર્ગ પર ઊભા રહીને ચાહકોએ દરેકનું સ્વાગત કર્યું અને તેમની તસવીરો ક્લિક કરી હતી.
આફ્રિકાએ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી
ઉલ્લેખનીય છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 સીરીઝની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં આફ્રિકન ટીમે 7 વિકેટે જીત મેળવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. હવે બીજી મેચ 12 જૂને કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની બીજી મેચ 12 જૂને રમાશે.