શોધખોળ કરો

IND vs SA: બીજી વનડેમાં ભારતની શાનદાર જીત, શ્રેયસે સદી ફટકારી, ઈશાન પણ ચમક્યો, સિરીઝમાં 1-1ની બરાબરી થઈ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાંચીમાં રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું.

India vs South Africa 2nd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાંચીમાં રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે લખનૌમાં મળેલી હારનો બદલો લીધો અને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી. હવે સિરીઝની નિર્ણાયક મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટે 278 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 46મી ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. આ જીતમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી હતી અને ભારતની આ જીતના હીરો રહ્યા છે. શ્રેયસ અય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા. તો, ઇશાન કિશને માત્ર 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ઈશાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

કેપ્ટન શિખર ધવન ફરી ફ્લોપ સાબિત થયોઃ

દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 279 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. 28ના કુલ સ્કોર પર કેપ્ટન શિખર ધવન 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ પણ 48ના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. તેને કાગીસો રબાડાએ પેવેલિયન મોકલ્યો હતો. 

આ પછી ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે શાનદાર રમત બતાવી. બંનેએ ત્રીજી વિકેટ માટે 161 રનની ભાગીદારી કરી હતી. ઇશાન કિશને માત્ર 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ઈશાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ઈશાનના આઉટ થયા બાદ શ્રેયસ અય્યરે આક્રમક અભિગમ અપનાવ્યો હતો. સંજુ સેમસને પણ તેને સારો સાથ આપ્યો હતો. અય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા. વનડે ક્રિકેટમાં આ તેની બીજી સદી છે. તે જ સમયે, સેમસન 36 બોલમાં 30 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.

દ. આફ્રિકાએ 279 રનનો લક્ષ્યાંક આપ્યો હતોઃ

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેસલો કર્યો હતો. સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 278 રન બનાવ્યા હતા. માર્કરામે 89 બોલમાં 7 ફોર અને એક સિક્સની મદદથી 79 રન તથા હેન્ડ્રિક્સે 76 બોલમાં 9 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 74 રન બનાવ્યા હતા.  ડેવિડ મિલર 35 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ક્લાસને 30 અને મલાને 25 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget