(Source: ECI/ABP News/ABP Majha)
Kohli Incredible Record: વિરાટ કોહલી માટે લકી છે વાસી ઉત્તરાયણ, 4 વખત ફટકારી છે સદી
Kohli Incredible Record: નવા વર્ષે જૂના ફોર્મમાં જોવા મળી રહ્યો છે વિરાટ કોહલી. આજે શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં કોહલીએ નોટ આઉટ 162 રનની ઈનિંગ રમી છે. આમ આ સિરીઝમાં વિરાટની આ બીજી સદી છે.
Kohli Incredible Record: નવા વર્ષે જૂના ફોર્મમાં જોવા મળી રહ્યો છે વિરાટ કોહલી. આજે શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં કોહલીએ નોટ આઉટ 162 રનની ઈનિંગ રમી છે. આમ આ સિરીઝમાં વિરાટની આ બીજી સદી છે. તો બીજી તરફ 15 જાન્યુઆરી વિરાટ કોહલી માટે લકી સાબિત થઈ છે. આ પહલા વિરાટ કોહલી 15 જાન્યુઆરીએ 3 સદી ફટકારી ચૂક્યો છે. 2017,2018 અને 2019માં વિરાટે 15 જાન્યુઆરીએ સદી ફટકારી હતી. હવે આજે ફરી 15 જાન્યુઆરીએ સદી ફટકારતા લોકો કહી રહ્યા છે કે, વિરાટ કોહલી માટે વાસી ઉત્તરાયણ લકી છે.
Virat Kohli on January 15th:
2017 - 122(102) vs ENG in ODI
2018 - 153(217) vs SA in Tests
2019 - 104(112) vs AUS in ODI
2023 - 166*(110) vs SL in ODI— Johns. (@CricCrazyJohns) January 15, 2023
15 જાન્યુઆરીએ વિરાટ કોહલીએ ફટકારેલી સજી
2017 - 122(102) vs ENG in ODI
2018 - 153(217) vs SA in Tests
2019 - 104(112) vs AUS in ODI
2023 - 166*(110) vs SL in ODI
ક્રિકેટ જગતમાં સૌથી વધુ સદી ફટકારવામાં આ 3 દિગ્ગજો અવ્વલ
વિરાટ કોહલી તેના જુના ફોર્મમાં પાછો ફર્યો હોય તેમ ફરી એકવાર રનનો વરસાદ વરસાવી રહ્યો છે. કોહલીએ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ODI મેચમાં સદી ફટકારી હતી. તેને માત્ર 110 બોલમાં 13 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે અણનમ 166 રન ફટકાર્યા છે. વિરાટ કોહલીની આ 74મી આંતરરાષ્ટ્રીય અને ODIની 46મી સદી છે. આ મેચમાં 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટ કોહલી હવે માત્ર સચિન તેંડુલકરથી જ પાછળ છે. તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોંટિંગનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.
વિરાટ કોહલીએ આજે ફટકારેલી સદી દરમિયાન તેણે 117.65ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ મેચમાં કોહલી શરૂઆતથી જ શાનદાર લયમાં જોવા મળ્યો હતો. 2023માં તેના બેટથી આ બીજી સદી છે. આ અગાઉ પણ તેણે શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. કોહલી છેલ્લી ચાર વન ડે મેચમાં ત્રણ સદી ફટકારી ચુક્યો છે. આમ તે તેની જુની લયમાં નજરે પડી રહ્યો છે. આ અગાઉ કોહલી અત્યંત ખરાબ ફોર્મને લઈ ઝઝુમી રહ્યો હતો. તેને એક એક રન બનાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પરંતુ હવે તે ફરી એકવાર શાનદાર ફોર્મમાં પાછો ફર્યો છે.
પહોંચી ગયો સચિનના રેકોર્ડની નજીક
આ સદી સાથે વિરાટ કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. સચિન તેંડુલકરે તેની ODI કારકિર્દીમાં કુલ 49 ODI સદી ફટકારી છે. હવે કોહલીએ તેની 46મી ODI સદી ફટકારી છે. સચિનનો રેકોર્ડ તોડવા માટે તેને હવે માત્ર 4 ODI સદીની જરૂર છે. જે રીતે કોહલીનું ફોર્મ જોવા મળી રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે તે 2023માં જ સચિનનો રેકોર્ડ આ રેકોર્ડ સરળતાથી તોડી શકે છે.
પોન્ટિંગનો રેકોર્ડ કર્યો ધ્વસ્ત
આ અગાઉ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોંટિંગનો રેકોર્ડ તોડી ચુક્યો છે. પોંટિંગે તેની કારકિર્દી દરમિયાન વન ડે ફોર્મેટમાં 30 સદી ફટકારી હતી. પોંટિંગ ક્રિકેટ કારકિર્દીમાં 73 સદી ફટકારી ચુક્યો છે. સૌથી વધુ સદીની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર 100 સદી સાથે દુનિયામાં પહેલાક્રમે છે. સચિન વન ડેમાં 49 સદી અને ટેસ્ટમાં 51 સદી ફટકારી ચુક્યો છે. જ્યારે વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં વન ડેમાં 46મી સદી ફટકારી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં 27 સદી ફટકારી ચુક્યો છે અને કોહલીના નામે T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1 સદી બોલે છે. આમ તેને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 74મી સદી ફટકારી છે. જે સચિન બાદ બીજા ક્રમે છે.