IND vs SL, 3rd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની ત્રીજી ટી-20 મેચ આજે ધર્મશાળામાં રમાશે
LIVE
Background
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની ત્રીજી ટી-20 મેચ આજે ધર્મશાળામાં રમાશે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. સીરિઝની પ્રથમ બે મેચ જીતીને ટીમ ઇન્ડિયા સીરિઝ જીતી ચૂકી છે. હવે ટીમ ઇન્ડિયા ટી-20 સિરીઝમાં શ્રીલંકાને ક્લીન કરવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે વર્તમાન શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ભારતીય ટીમે શનિવારે બીજી ટી-20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું હતું. શ્રેયસ ઐય્યર અને રવિન્દ્ર જાડેજાએ આક્રમક બેટિંગ કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. ટીમે ઘરઆંગણે સતત 7મી T20 શ્રેણી જીતી છે.
જો કે, ત્રીજી T20 મેચ પહેલા ટીમ ઈન્ડિયા ઈશાન કિશનને લઈને ચિંતિત છે, કારણ કે બીજી મેચ દરમિયાન તેને માથામાં બાઉન્સર વાગ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. બીજી મેચમાં શ્રેયસ ઐય્યરે શાનદાર બેટિંગ કરી હતી. તે 74 રન બનાવી અણનમ રહ્યો હતો.