શોધખોળ કરો
Advertisement
આજે ભારત-શ્રીલંકા વચ્ચે ફાઇનલ ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
પ્રથમ ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જ્યારે બીજી ટી20માં ભારતે શાનદાર જીત મેળવીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી હતી
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ મહારાષ્ટ્રમાં રમાવવાની છે. ત્રીજી અને છેલ્લી વનડે જીતીને વિરાટ એન્ડ કંપની સીરીઝ કબજે કરવા મેદાને ઉતરશે, જ્યારે શ્રીલંકાને સીરીઝમાં બરાબરી કરવાનો મોકો છે. પ્રથમ ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જ્યારે બીજી ટી20માં ભારતે શાનદાર જીત મેળવીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ટી20 મેચ 10 જાન્યુઆરી શુક્રવારે સાંજે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશન સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7 વાગે મેચ શરૂ થશે, જ્યારે ટૉસ 6.30 વાગે થશે.
તમે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ જોવા ઇચ્છતા હોય તો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકો છો. લાઇવ સ્ટ્રીમિંગ માટે તમે હૉટ સ્ટાર પર જઇ શકો છો.
બન્ને ટીમો આ પ્રકારે છે.....
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, સંજૂ સેમસન, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શાર્દૂલ ઠાકૂર, નવદીપ સૈની, વૉશિંગટન સુંદર
શ્રીલંકા ટીમઃ દાનુષ્કા ગુણાથિલકા, આવિષ્કા ફર્નાન્ડો, ઓશાડા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, કુશલ પરેરા (વિકેટકીપર), એજિંલો મેથ્યૂઝ, દાસૂન શનાકા, ઇસુરુ ઉડાના, વાનીડુ હસરંગા, લસિથ મંલિગા (કેપ્ટન), લાહિરુ કુમારા, ધનંજય ડિ સિલ્વા, નિરોશન ડિકલેવા, કુશલ મેન્ડિસ, કસુન રજિથા, લક્ષન સંજાકન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement