ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને જીત માટે આપ્યો 185 રનનો લક્ષ્યાંક, સૂર્યકુમારના આક્રમક અડધી સદી
કોલકાતામાં રમાઈ રહેલી ટી-20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકાતામાં રમાઈ રહેલી ટી-20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે પ્રથમ બેટિંગ કરતા 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી હતી. જ્યારે વેંકટેશે ખૂબ જ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે શાનદાર બોલિંગ કરી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત સારી નહોતી થઈ. પરંતુ વેંકટેશ અને સૂર્યકુમાર યાદવે ઈનિંગને સંભાળતા શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે તોફાની ઈનિંગ રમી હતી. તેણે માત્ર 31 બોલરમાં 65 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર આ ઈનિંગમાં 7 સિક્સર અને એક ફોર સામેલ છે. વેંકટેશે 19 બોલમાં અણનમ 35 રન બનાવ્યા. તેણે બે સિક્સર ફટકારી હતી.
ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ઋતુરાજ માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ શ્રેયસ અય્યરે ઈશાન સાથે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. જોકે પછી તે પણ બહાર નીકળી ગયો હતો. અય્યરે 16 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા. જ્યારે ઈસાને 31 બોલમાં 34 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 4 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝે સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી. હેડન વોલ્શે 4 ઓવરમાં 30 રન આપીને સફળતા મેળવી હતી. જેસન હોલ્ડરે 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી. ડોમિનિક ડ્રેક્સ ખર્ચાળ સાબિત થયા. તેણે 3 ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી હતી.
ઈન્ડિયન ટીમમાં આવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર અને શાર્દૂલ ઠાકુરની પસંદગી કરાઈ છે. વેસ્ટઈન્ડિઝની ટીમમાં હેલ્ડન વોલ્શ, શે હોપ, ડોમિનિક ડ્રેક્સ, ફેબિયન એલનની પસંદગી થઈ છે.
ટીમ ઈન્ડિયા- ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન
વેસ્ટ ઈન્ડિઝ- કાઈલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, કિરોન પોલાર્ડ, જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, ડોમિનિક ડ્રેક્સ, ફેબિયન એલન, હેડન વોલ્શ