IND vs ZIM 3rd T20 Live Updates: ભારતે ત્રીજી ટી20માં ઝિમ્બાબ્વેને 23 રનથી આપી હાર, સીરિઝમાં 2-1થી આગળ
IND vs ZIML ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે.

Background
ભારત સીરિઝમાં 2-1થી આગળ
ભારતે મેચ જીતવા આપેલા 183 રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 159 રન બનાવી શકી હતી. જેથી ભારતનો 23 રનથી વિજય થયો હતો. માયર્સ 65 બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી વોશિંગ્ટન સુંદર 14 રનમાં 3 વિકેટ, આવેશ ખાને 39 રનમાં 2 વિકેટ લીધી હતી.
શિવમ દુબેની ઓવરમાં કલાઈવે મારી બે સિક્સ
15 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 110 રન છે. માયર્સ 39 રને અને ક્લાઇવ 35 રને રમતમાં છે. એક સમયે ઝિમ્બાબ્વેએ 39 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યાંથી ભારત સરળતાથી જીતી જશે તેમ લાગતું હતું. પરંતુ આ બંને શાનદાર બેચિંહ કરી હ્યા છે.
ઝિમ્બાબ્વેએ ગુમાવી 5મી વિકેટ
8 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 46 રન છે. વોશિંગ્ટન સુંદરને બીજી સફળતા મળી હતી. તેણે જોનાથન કેમ્પબેલને પેવેલિયન મોકલ્યો હતો.
ઝિમ્બાબ્વેએ 37 રનમાં ગુમાવી 4 વિકેટ
183 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી ઝિમ્બાબ્વેની નબળી શરૂઆત રહી છે. 6.2 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 37 રનમાં 4 વિકેટ છે. વોશિંગ્ટન સુંદર સિકંદર રજાને 15 રનના સ્કોર પર આઉટ કરી ભારતને ચોથી સફળતા અપાવી હતી.
4 ઓવરના અંતે ઝિમ્બાબ્વેની શું છે સ્થિતિ
4 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 30 રન છે. સિકંદર રજા 5 બોલમાં 10 રન અને માયર્સ 0 રન બનાવી રમતમાં છે. આવેશ ખાનને 16 રનમાં 2 અને ખલીલ અહેમદને 13 રનમાં 1 સફળતા મળી છે.