Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
પાર તાપી નર્મદા રિવર લિંક પરિયોજના...નદીઓને એકબીજા સાથે જોડી દરિયામાં વહી જતું પાણી સંગ્રહ કરી અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવાની આ યોજના છે....દશકોથી ચાલી આવતી આ યોજના પેપર પર જ રહી છે...પણ તેને લઈને રાજનીતિ જબરદસ્ત ચાલી રહી છે...એક તરફ જ્યાં આ યોજનાના કારણે એ વિસ્તારના ખાસ કરીને આદિવાસીઓના પરિવારને મોટું નુકસાન થવાનું કહીને કોંગ્રેસ વિરોધ કરે છે...અને આદિવાસી હિત રક્ષક સમિતિ આ જ મુદ્દે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરતા રહ્યા છે....આવતી કાલથી આંદોલનનું રણશિંગુ પણ ફૂંકાવાનું હતું...જો કે, આ યોજના સ્થગિત કરાયું હોવાનું અગાઉ 2022માં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્પષ્ટ કરી ચૂક્યા છે તો કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર પાટીલે પણ સ્પષ્ટતા કરી છે... આજે વધુ એક વાર રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ વાત કરવામાં આવી કે, 2022થી 2025 દરમિયાન પરિયોજના મુદ્દે કોઈપણ કાર્યવાહી થઇ નથી....ગુજરાત સરકારે પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે....આગળ વધારવાનો કોઈ વિચાર જ નથી....આ તમામની વચ્ચે વલસાડના સાંસદ અને આદિવાસી નેતા ધવલ પટેલે આજે પત્રકાર પરિષદ કરી અને જળશક્તિ મંત્રાલયના જોઈન્ટ કમિશનરને લખેલો પત્ર પણ જાહેર કર્યો....આ પત્ર મુજબ કેન્દ્રના મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રોજેક્ટને પડતો મૂકાયો છે....અને પ્રાથમિકતામાં નથી...એટલું જ નહીં ધવલ પટેલ અને તેના આદિવાસી સમાજના સમર્થકોએ ફટાકડા ફોડી પ્રોજેક્ટ પડતો મૂકાવા પર ખુશાલી વ્યક્ત કરી....આપ આ દ્રશ્યો જોઈ શકો છો...ખેર આ મુદ્દે સૌ પ્રથમ સાંભળી લઈએ આજે સરકાર વતી ઋષિકેશભાઈએ શું કહ્યું....
પાર-તાપી રિવરલીંક પ્રોજેક્ટ મુદ્દે કોઈ પણ પ્રકારની ગેરસમજ ન ફેલાવવા અને આદિવાસીઓનું હિત સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવી વલસાડ જિલ્લામાં અનેક ઠેકાણે પોસ્ટરો લગાવવામાં આવ્યા...પાર-તાપી નર્મદા યોજનાનો DPR ન બન્યો હોવાના સી.આર.પાટીલના ક્વોટ સાથે ઠેર-ઠેર પોસ્ટર લાગ્યા.....સાંસદ ધવલ પટેલની તસવીર સાથે લાગેલા પોસ્ટરો થકી કોંગ્રેસના અપપ્રચારથી ભ્રમિત ન થવાની આદિવાસીઓને અપીલ કરાઈ...એટલું જ નહીં પ્રોજેક્ટ પડતો મૂકાયો હોવાનો પણ પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે.....


















