શોધખોળ કરો

T20: ચાર મહિનામાં પહેલી ટૂર્નામેન્ટ રમવા મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, બાંગ્લાદેશ વિરૂદ્ધ પહેલી ટી20 આજે

ઋચાની ગેરહાજરીમાં અનુભવી ક્રિકેટર દીપ્તિ શર્મા 'ફિનિશર'ની ભૂમિકા નિભાવે એવી ટીમ અપેક્ષા રાખી રહ્યું છે.

India Women vs Bangladesh Women 1st T20I Dhaka: ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખાસ સમાચાર છે, આજથી ક્રિકેટ મેચો શરૂ થઇ રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે એટલે કે રવિવારથી મીરપુરમાં બાંગ્લાદેશ સામે ટી20 સીરીઝ રમવા મેદાનમાં ઉતરશે, આજથી બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. ખાસ વાત છે કે, ચાર મહિનામાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે. ઇન્ટરનેશનલ લેવલ પર ભારતીય મહિલા ટીમે છેલ્લે દક્ષિણ આફ્રિકામાં ટી20 વર્લ્ડકપ રમ્યો હતો, આ પછી મેદાનમાં ઉતરી ન હતી. આ ટૂર્નામેન્ટમાં ટીમને નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે ક્લૉઝ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટી20 સીરીઝ બાદ 16 જુલાઈથી ત્રણ મેચોની વનડે પણ રમાશે. 

રેણુકા અને ઋષા ઇજાગ્રસ્ત - 
આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો હાથ ઉપર હોવાનું જણાય છે. છેલ્લા 12 મહિનામાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બૉલર રેણુકા ઠાકુર અને વિકેટકીપર ઋચા ઘોષ આ ટૂર્નામેન્ટમાંથી બહાર છે, બન્ને ઇજાગ્રસ્ત છે. તેમની ગેરહાજરી નવા ચહેરાઓને તક મળી શકે છે. 

દીપ્તિ નિભાવી શકે છે ફિનિશરની ભૂમિકા - 
ઋચાની ગેરહાજરીમાં અનુભવી ક્રિકેટર દીપ્તિ શર્મા 'ફિનિશર'ની ભૂમિકા નિભાવે એવી ટીમ અપેક્ષા રાખી રહ્યું છે. હાલના સમયમાં પૂજા વસ્ત્રાકર અને અમનજોતે પણ ઇનિંગ્સના અંતે ઝડપથી રન બનાવીને યોગદાન આપવું પડશે. ભારતીય મહિલા ટીમ જોકે તમામ સુવિધાઓ હોવા છતાં તેની ગેમને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં નિષ્ફળ રહી છે. ટીમને ફિટનેસ, બૉલિંગ અને 'ફિનિશર'ની અછત સતત સર્જાઇ રહી છે. આ તમામ બાબતો રમતના નાના ફોર્મેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમમાં સામેલ થનારી આસામની પ્રથમ મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયા અને ઉમા છેત્રી ટીમમાં વિકેટકીપિંગના બે ઓપ્શન છે. બાંગ્લાદેશે ભારતીય ખેલાડીઓને વધારે મુશ્કેલી ના કરવી જોઈએ પરંતુ દબાણ ઓપનર શફાલી વર્મા પર રહેશે, જેને 2019માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યા બાદથી શૉર્ટ બૉલ સામે સંઘર્ષ કર્યો છે.

અનુષા અને રાશિ કરી શકે છે ડેબ્યૂ - 
બાંગ્લાદેશ સામેની ટૂર્નામેન્ટમાં ડાબોડી સ્પિનરો રાધા યાદવ અને રાજેશ્વરી ગાયકવાડની ગેરહાજરી હોવાથી 20 વર્ષની અનુષા બરેદ્દી અને રાશિ કનોજિયાને ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. મોનિકા પટેલ અને મેઘના સિંઘ માટે કમબેક કરવા માટે આ સીરીઝ નિર્ણાયક બની રહેશે કારણ કે બંને છેલ્લી સિઝનમાં મોટાભાગની મેચોમાંથી બહાર રહ્યા બાદ ટીમમાં પોતપોતાની જગ્યા મજબૂત કરવા માટે જોશે.

ભારતની અંડર-19 ટીમને વર્લ્ડકપ ખિતાબ માટે માર્ગદર્શન આપનાર નૌશીન અલ ખાદીરને વચગાળાના કૉચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખેલાડીઓએ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લીધી અને ત્યારબાદ તેઓ બાંગ્લાદેશ જવા રવાના થયા. તમામ મેચ શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમ -
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજોત કૌર, એસ મેઘના, પૂજા મેઘના સિંઘ, અંજલિ સરવાણી, મોનિકા પટેલ, રાશિ કનોજિયા, અનુષા બારેદી, મીનુ મણિ.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget