શોધખોળ કરો

INDW vs AUSW: ભારતે સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાને હરાવી રોમાંચક જીત મેળવી, સ્મૃતિ મંધાનાનું શાનદાર પ્રદર્શન

ભારતની મહિલા ક્રિકેટ ટીમે T20 શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી.

India Women vs Australia Women: ભારતની મહિલા ક્રિકેટ ટીમે T20 શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી. સુપર ઓવરમાં ભારતે એક વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 16 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે સ્મૃતિ મંધાના અને રિચા ઘોષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ રેણુકા સિંહને સુપર ઓવરમાં બોલિંગ કરવાની તક આપી હતી. તેણે જવાબદારી સારી રીતે નિભાવી.

ભારતે બીજી T20 જીતીને શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ જીતી હતી.

સુપર ઓવરમાં રોમાંચક

સુપર ઓવરમાં ભારતે એક વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્મૃતિએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. અને રિચાએ પણ સિક્સર ફટકારી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 1 વિકેટ ગુમાવીને 16 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે સુપર ઓવરમાં રોમાંચક વિજય નોંધાવ્યો હતો.


રિચા-મંધાનાએ જોરદાર પરફોર્મન્સ આપ્યું 

ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. શેફાલીએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 23 બોલનો સામનો કરીને 34 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જેમિમા રોડ્રિગ્ઝ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 21 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 22 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

સ્મૃતિ મંધાનાએ 49 બોલમાં 79 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. દીપ્તિ શર્મા 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. અંતે રિચા ઘોષ અને દેવિકા વૈદ્યઓ  મેચ ટાઈ કરાવી હતી. દેવિકાએ 5 બોલનો સામનો કર્યો અને અણનમ 11 રન બનાવ્યા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. 13 બોલનો સામનો કરીને રિચાએ 3 સિક્સરની મદદથી અણનમ 26 રન બનાવ્યા હતા. આ પછી મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. ભારતે 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા માટે તાહિલા-બેથ તોફાની પ્રદર્શન

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. આ દરમિયાન બેથ મૂની અને તાહિલા મેકગ્રાએ તોફાની પ્રદર્શન કર્યું હતું. તાહિલાએ 51 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. મૂનીએ 54 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા ફટકાર્યા હતા. હિલી 25 રન બનાવીને પરત ફર્યો હતો. આ દરમિયાન ભારત તરફથી દીપ્તિ શર્માએ એકમાત્ર વિકેટ લીધી હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget