Prithvi: પૃથ્વી શૉએ ફટકાર્યા 379 રન પણ કોનો 443 રનનો રેકોર્ડ ના તોડી શક્યો ?
મુંબઈ અને આસામ વચ્ચે ગુવાહાટીમાં રણજી ટ્રોફીના રાઉન્ડ-5ની મેચ રમાઈ રહી છે. પૃથ્વી શૉએ શાનદાર બેટિંગ કરતાં 379 રનની તોફાની ઇનિંગ રમી
Prithvi Shaw Ranji Trophy: તાજેતરમાં ચાલી રહેલી ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ રણજી ટ્રૉફીમાં પૃથ્વી શૉએ ફરી એકવાર પોતાના બેટથી ધમાલ મચાવી છે, અને બીસીસીઆઇ સિલેક્ટર્સને વિચારમાં મુકી દીધા છે. હાલમાં પૃથ્વી શૉએ ઓપનિંગમાં આવીને ત્રિપલ સેન્ચૂરી ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. પૃથ્વી શૉએ 383 બૉલમાં 379 રનની ઇનિંગ રમી હતા, આ તેની કેરિયરની પહેલી ત્રિપલ સદી હતી. જોકે, આ ત્રિપલ સેન્ચૂરી રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજી સોથી મોટી ઇનિંગ પણ છે.
326 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી, માત્ર 4 છગ્ગા માર્યા
મુંબઈ અને આસામ વચ્ચે ગુવાહાટીમાં રણજી ટ્રોફીના રાઉન્ડ-5ની મેચ રમાઈ રહી છે. પૃથ્વી શૉએ શાનદાર બેટિંગ કરતાં 379 રનની તોફાની ઇનિંગ રમી, જોકે, તે એક પગલુ દુર રહ્યો અને તે બીબી નિંબાલકરના રેકોર્ડને તોડવાનું. ખરેખરમાં, આ પહેલા 1948-49 સિઝનમાં બીબી નિંબાલકરે મહારાષ્ટ્ર તરફથી રમતા નૉટઆઉટ 443 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ વખતે પૃથ્વી શૉએ શાનદાર ત્રિપલ સદી ફટકારી પરંતુ તે બીબી નિંબાલકરેનો આ ધાંસૂ રેકોર્ડ ના તોડી શક્યો.
હાલમાં વાત કરીએ તો ઘરેલુ ક્રિકેટમાં બીબી નિંબાલકરે વર્ષ 1948-49માં મહારાષ્ટ્ર વતી રમતા 443 અણનમ રન ફટકાર્યા હતા, આ લિસ્ટમાં બીજા નંબર પર પૃથ્વી શૉ છે, તેને વર્ષ 2022-23માં મુંબઇ વતી રમતા 379 રનનો સ્કૉર કર્યો છે, આ લિસ્ટમાં ત્રીજા નંબર પર સંજય માંજરેકર છે, જેમને વર્ષ 1990-91માં મુંબઇ તરફથી રમતા 377 રનનો સ્કૉર કર્યો હતો, જોકે, પૃથ્વી શૉ સંજય માંજરેકરના રેકોર્ડને તોડવામાં સફળ રહ્યો હતો. પૃથ્વી શૉનો સ્કોર રણજી ટ્રોફીમાં ઓપનર તરીકે સૌથી મોટો સ્કોર છે. તેણે ત્રિપુરા તરફથી રમતા સમિત ગોહેલનો રેકોર્ડ તોડ્યો હતો. સમિત ગોહેલે 2016માં ગુજરાત તરફથી રમતા ક્વાર્ટર ફાઈનલમાં ઓડિશા સામે નોટઆઉટ 359 રનની ઇનિંગ રમી હતી.
Prithvi Shaw Ranji Trophy: પૃથ્વી શૉ 379 રન પર આઉટ, આસામ સામે મુંબઇના ત્રણ વિકેટે 598 રન -
Prithvi Shaw Ranji Trophy: ભારતીય ટીમની બહાર રહેલા સ્ટાર ઓપનર પૃથ્વી શૉએ ફરી એકવાર રન બનાવીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. 23 વર્ષીય પૃથ્વી શૉએ પણ પોતાની ઇનિંગ્સથી બીસીસીઆઇ પસંદગીકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. પૃથ્વી શૉએ રણજી ટ્રોફી 2022-23 સીઝનમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
વાસ્તવમાં મુંબઈની ટીમ તરફથી રમતા પૃથ્વી શૉએ આસામ સામેની મેચમાં 379 રનની ઈનિંગ રમી હતી. આ મેચ ગુવાહાટીના અમીનગાંવ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પૃથ્વી શૉ 400 રનનો ઐતિહાસિક આંકડો ચૂકી ગયો છે. તેને આસામના રિયાન પરાગે LBW આઉટ કર્યો હતો.