(Source: ECI/ABP News/ABP Majha)
Team India 2024 Schedule: 2024મા અખુ વર્ષ ક્રિકેટ રમશે ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપ અને IPL ઉપરાંત આ ટીમ સાથે યોજાશે સિરીઝ
Indian Cricket Team 2024 Schedule: વર્ષ 2023 ભારતીય ક્રિકેટ ટીમ માટે કંઈ ખાસ રહ્યું ન હતું. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ઘણું ક્રિકેટ રમ્યું, પરંતુ બે વખત ICC ટ્રોફી જીતવાનું ચૂકી ગઈ.
Indian Cricket Team 2024 Schedule: વર્ષ 2023 ભારતીય ક્રિકેટ ટીમ માટે કંઈ ખાસ રહ્યું ન હતું. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ઘણું ક્રિકેટ રમ્યું, પરંતુ બે વખત ICC ટ્રોફી જીતવાનું ચૂકી ગઈ. પહેલા ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું અને ત્યારબાદ 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ કાંગારૂઓએ ભારતને હરાવ્યું હતું. આ ઉપરાંત વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. હવે આવતા વર્ષે ટીમ ઈન્ડિયા કઈ ટીમો સામે રમશે? આજે અમે તમને 2024માં ભારતીય ટીમના સંપૂર્ણ શેડ્યૂલ વિશે જણાવીશું.
ભારતીય ટીમ નવા વર્ષની શરૂઆત એટલે કે 2024ની શરૂઆત દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટથી કરશે. આ પછી ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે 11 થી 17 જાન્યુઆરી સુધી ત્રણ મેચોની T20 સીરીઝ રમવાની છે. ટી-20 વર્લ્ડ કપ ઉપરાંત 2024માં ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે અલગ-અલગ ફોર્મેટની શ્રેણી પણ રમશે. આ સિવાય ભારતીય ખેલાડીઓ IPL 2024માં પણ ભાગ લેશે, જે લાંબી ટૂર્નામેન્ટ હશે.
2024માં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ જશે. આ પછી, તે ત્રણ મેચની ODI અને એટલી જ T20 શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જશે. વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ વિદેશી પ્રવાસો સિવાય ભારતીય ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે રમશે.
2024માં ટીમ ઈન્ડિયાનું પૂર્ણ શેડ્યૂલ
- જાન્યુઆરી- દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ
- 11 થી 17 જાન્યુઆરી - ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 શ્રેણી
- 25 જાન્યુઆરીથી 11 માર્ચ - ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી
- માર્ચ એન્ડથી મે એન્ડ - IPL 2024
- 4 જૂનથી 30 જૂન - 2024 T20 વર્લ્ડ કપ
- જુલાઈ 2024- શ્રીલંકામાં ત્રણ મેચની ODI અને ત્રણ મેચની T20 શ્રેણી (તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી)
- સપ્ટેમ્બર 2024- ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ત્રણ T20 અને બે ટેસ્ટ શ્રેણી (તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી)
- ઓક્ટોબર 2024- ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી
- નવેમ્બર-ડિસેમ્બર 2024- ઓસ્ટ્રેલિયામાં 5 મેચની ટેસ્ટ શ્રેણી
આ વર્ષે વિરાટ કોહલી, શુભમન ગિલ અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર બેટિંગમાં સૌથી આગળ હતા. વર્તમાન વર્ષ એટલે કે 2023 અંત તરફ આગળ વધી રહ્યું છે. વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા ક્રિકેટરોએ બોલ અને બેટથી અજાયબીઓ કરી, જેમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ 50 પ્લસ સ્કોર ધરાવતા ખેલાડીઓ હતા.
આ વર્ષે ત્રણેય ભારતીય બેટ્સમેનોએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેની પુષ્ટિ ખુદ આંકડાઓ દ્વારા થાય છે. તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં રોહિત અને વિરાટે શાનદાર બેટિંગ કરી હતી. જ્યારે ગિલનું બેટ આખું વર્ષ ચાલ્યું. ત્રણેય ભારતીય બેટ્સમેનો આ વર્ષે સૌથી વધુ 50 પ્લસ સ્કોર કરનાર હતા. આ યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે. ત્યારબાદ શુભમન ગિલ બીજા અને કેપ્ટન રોહિત શર્મા ત્રીજા ક્રમે રહ્યા હતા. વિરાટ કોહલીએ 2023માં 36 ઇનિંગ્સમાં 18 વખત 50 પ્લસનો આંકડો પાર કર્યો છે. શુભમન ગીલે આ વર્ષે 52 ઇનિંગ્સમાં 17 વખત 50 પ્લસનો આંકડો પાર કર્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 2023ની 39 ઇનિંગ્સમાં 15 વખત 50થી વધુ રન બનાવ્યા છે.