શોધખોળ કરો

Robin Uthappa Retirement: ભારતના બેટ્સમેન રૉબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત બાદથી ઘણા ખેલાડીઓની પસંદગીને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત બાદથી ઘણા ખેલાડીઓની પસંદગીને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આ વચ્ચે ભારતને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉથપ્પાએ 14 સપ્ટેમ્બર, બુધવારે એક નિવેદન જાહેર કરીને ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ઉથપ્પાએ 2006માં ભારતીય ક્રિકેટ ટીમ માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

Robin Uthappa Retirement:  ભારતના  બેટ્સમેન રૉબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી

ઉથપ્પાએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું હતું કે મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે. જો કે, દરેક સારી વસ્તુનો અંત આવે છે અને મારા હૃદયમાં કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

ઉથપ્પાએ 2006માં ઈંગ્લેન્ડ સામે ઈન્દોરમાં વન-ડે શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ઓપનિંગમાં આવતા ઉથપ્પાએ જોરદાર બેટિંગ કરી અને 96 બોલમાં 86 રન બનાવીને આઉટ થયો. આ ભારત માટે વનડેમાં ડેબ્યૂ મેચમાં સૌથી મોટી ઇનિંગ્સનો રેકોર્ડ હતો. ઉથપ્પાની આ ઇનિંગની મદદથી ભારતે તે મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું.

જોકે, ઉથપ્પાની કારકિર્દીની સૌથી મોટી ક્ષણ 2007નો T20 વર્લ્ડ કપ હતો. તે પ્રથમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજની મેચમાં ઉથપ્પાએ ટીમ ઈન્ડિયાની ખૂબ જ ખરાબ શરૂઆત બાદ લડાયક ઇનિંગ્સ રમીને 39 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેના આધારે ભારતે 141 રન બનાવ્યા હતા. મેચ ટાઈ રહી હતી ત્યારબાદ ટાઈ-બ્રેકર તરીકે 'બોલ આઉટ'નો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ નિર્ણય બાદ ઉથપ્પા હવે IPLમાં પણ રમી શકશે નહીં. ઉથપ્પા IPLમાં બે વખત ચેમ્પિયન ટીમોનો ભાગ હતો અને તેણે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સે ખિતાબ જીત્યો હતો, ત્યારે ઉથપ્પાએ તે સિઝનમાં સૌથી વધુ રન (660) ફટકારીને ઓરેન્જ કેપ જીતી હતી. ત્યાર બાદ 2021માં ઉથપ્પાએ પણ ચેન્નાઈ સુપર કિંગ્સને ચોથી વખત ચેમ્પિયન બનાવવામાં પોતાની ભૂમિકા ભજવી હતી. ઉથપ્પાએ પ્રથમ ક્વોલિફાયરમાં 63 રન બનાવ્યા હતા અને પછી ફાઇનલમાં માત્ર 15 બોલમાં 31 રન ફટકાર્યા હતા. ઉથપ્પાએ IPLની તમામ 15 સિઝનમાં ભાગ લીધો હતો અને 6 ટીમો તરફથી રમતા કુલ 205 મેચોમાં 4952 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકીBhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget