શોધખોળ કરો

T20 World Cup માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ શકે છે, સિલેક્ટર્સ-કોચ-કેપ્ટનની વર્ચ્યુઅલ મીટિંગ યોજાશે

આ વર્ચ્યુઅલ મીટિંગ બાદ જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની જાહેરાત કરવામાં આવશે, જે આ વર્લ્ડ કપમાં ટીમ સાથે જોડાશે.

T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત થઈ શકે છે. યુએઈમાં યોજાનારા આ વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તેની ઔપચારિક જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ટી20 વર્લ્ડ કપમાં ટીમની પસંદગી માટે ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિ વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સાથે જોડાશે.

આ વર્ચ્યુઅલ મીટિંગ બાદ જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની જાહેરાત કરવામાં આવશે, જે આ વર્લ્ડ કપમાં ટીમ સાથે જોડાશે. આજે યોજાનારી ટીમની જાહેરાત પહેલા જ બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ બાદ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે. આગામી મહિને યુએઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ભારતીય ટીમ કોને આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

વરુણ ચક્રવર્તી અને રાહુલ ચાહર વચ્ચે સ્પર્ધા

ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)ની પસંદગીમાં આ બે ખેલાડીઓની પસંદગીમાં મુંઝવણ જોવા મળી રહી છે. તે જોવાનું રહ્યું કે કોને ટીમમાં સામેલ કરવામાં આવશે. સ્પિનર ​​વરુણ ચક્રવર્તી, જેમણે આઈપીએલમાં પોતાની શાનદાર બોલિંગથી બેટ્સમેનોના છોતરા કાઢી નાંખ્યા હતા અને રાહુલ ચાહરે, જેણે તેના ઝડપી લેગ બ્રેક બોલથી બેટ્સમેનોને હંફાવ્યા હતા. આ સિવાય ઈજામાંથી પરત ફરી રહેલા તેજસ્વી બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ આ ટીમમાં સામેલ કરી શકાય છે.

ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે આ સંભવિત ભારતીય ટીમ હોઈ શકે છે

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન (wk), ભુવનેશ્વર કુમાર, શિખર ધવન

આ સિવાય વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, પૃથ્વી શો, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણાને રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

Embed widget