Pooja Vastrakarએ પોતાના નામે કર્યો આ ખાસ વર્લ્ડ રેકોર્ડ, આવુ કરનારી બની પહેલી મહિલા ક્રિકેટર
વળી, પૂજા વસ્ત્રાકરે (Pooja Vastrakar) પોતાની આ ઇનિંગ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધી છે.
Pooja Vastrakar Record: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને ત્રીજી વનડે મેચમાં હરાવી દીધુ છે. ખરેખરમાં આ મેચમાં ભારતીય ટીમ એકસમયે 124 રનો પર 6 વિકેટો ગુમાવીને મુસ્કેલીમાં હતી, પરંતુ પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) અર્ધશતકિય ઇનિંગ રમી અને ટીમને મુસ્કેલીમાંથી બહાર કાઢી. આઠમા નંબર પર બેટિંગ કરવા આવેલી પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar)ની શાનદાર ઇનિંગના કારણે ભારતીય ટીમે શ્રીલંકા સામે જીત માટે 256 રનોનો સ્કૉર મુક્યો હતો.
પૂજા વસ્ત્રાકરે પોતાના નામે કર્યો ખાસ વર્લ્ડ રેકોર્ડ -
વળી, પૂજા વસ્ત્રાકરે (Pooja Vastrakar) પોતાની આ ઇનિંગ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધી છે. ખરેખરમાં તે આઠમા નંબર કે તેનાથી નીચેના નંબર પર સૌથી વધુ ફિફ્ટી ફટકારનારી મહિલા ક્રિકેટર બની ગઇ છે. 22 વર્ષીય પૂજા વસ્ત્રાકરે (Pooja Vastrakar) 65 બૉલમાં 56 રનોની અણનમ ઇનિંગ રમી. પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) આ પહેલા નવમાં નંબર પર એક ફિફ્ટી ફટકારવાનુ કારનામુ કરી ચૂકી છે.
ન્યૂઝીલેન્ડની નિકૉલ બ્રાઉનનો રેકોર્ડ તોડ્યો -
પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) 8 માં નંબર પર કે તેનાથી નીચલા ક્રમમાં આવીને અત્યાર સુધી ત્રણ વાર ફિફ્ટી ફટાકરી ચૂકી છે. આવુ કરનારી તે એકમાત્ર મહિલા ખેલાડી છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડની નિકૉલ બ્રાઉનના નામે હતો, જેને આઠમા નંબર પર બે ફિફ્ટી નોંધાવી છે.
વળી, જો મેચની વાત કરીએ તો પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) ઉપરાંત કેપ્ટન હરમની પ્રીત કૌરે પણ 75 રનોની શાનદાર ઇનિંગ રમી, જ્યારે શેફાલી વર્માએ 49 અને યાસ્તિકા ભાટિયાએ 30 રનોનુ મહત્વનુ યોગદાન આપ્યુ.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો