શોધખોળ કરો
Advertisement
IPL 2020: ડેવિડ વોર્નરે બનાવ્યો મોટો રેકોર્ડ, આ મામલે બન્યો આઈપીલનો પ્રથમ બેટ્સમેન
આઈપીએલના લીગ રાઉન્ડની અંતિમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદની જીત થઈ હતી.
અબુ ધાબીઃ આઈપીએલના લીગ રાઉન્ડની અંતિમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 10 વિકેટ જીત થઈ હતી. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર 58 બોલમાં 85 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. જીત સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની હતી. આ દરમિયાન તેણે મોટો રેકોર્ડ બનાવ્યો હતો.
આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેન આવી સિદ્ધી મેળવી શક્યો નથી. વોર્નર આઈપીએલમાં છ વખત 500 કે તેથી વધુ રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 2014માં તેણે 528 રન. 2015માં 562 રન, 2016માં 848 રન, 2017માં 641 રન અને 2019માં 692 રન બનાવ્યા હતા.
આઈપીએલ સીઝનમાં 500થી વધુ રન બનાવનારા ખેલાડીમાં બીજા ક્રમે કોહલી છે. કોહલીએ આ કારનામું 5 વખત કર્યુ છે, જ્યારે શિખર ધવન 4 વખત આઈપીએલ સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવી ચુક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement