શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020: કોલકાતા નાઈટ રાઈડર્સને ઝટકો, આ ફાસ્ટ બોલર ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભુવનેશ્વર કુમાર અને અમિત મિશ્રા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર અલી ખાન આઈપીએલ 13માંથી બહાર થઈ ગયો છે.
IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મીં સીઝનમાં અત્યાર સુધી 20 મેચો રમાઈ ચૂકી છે. જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભુવનેશ્વર કુમાર અને અમિત મિશ્રા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર અલી ખાન આઈપીએલ 13માંથી બહાર થઈ ગયો છે. અલી ખાન આઈપીએલમાં ભાગ લેનાર અમેરિકાનો પ્રથમ ખેલાડી છે, જો કે, તેને અત્યાર સુધી ડેબ્યૂ કરવાની તક મળી હતી.
રસપ્રદ વાત એ છે કે, અલી ખાનને રિપ્લેસમેન્ટ તરીકે આઈપીએલમાં ઈતિહાસ રચવાની તક મળી. અલી ખાનને KKRએ હૈરી ઈજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટમાં સામેલ કર્યો હતો. પરંતુ ડેબ્યૂ કરતા પહેલા જ અલી ખાન ઈજાગ્રસ્ત થઈને આઈપીએલ 13માંથી બહાર થઈ ગયો છે .
KKR એ કહ્યું કે, “અલી ખાન આઈપીએલમાં સિલેક્ટ થનાર પ્રથમ અમેરિકી ખેલાડી બન્યો હતો. પરંતુ અલી ખાન ઈજાના કારણે ટૂર્નામેન્ટ રમી શક્યો નથી. અલી ખાન પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.”
અલી ખાન કેરિબિયિન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શનથી પોતાની તરફ ધ્યાન ખેંચ્યૂ હતું. આ વર્ષે અલી સીપીએલનો ખિતાબ જીતનાર ટ્રિવાગો નાઈટ રાઈડર્સમાં હતો. અલી લાખે 8 મેચમાં 7.43ની શાનદાર ઈકોનોમી રેટ સાથે 8 વિકેટ લીધી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
<iframe style="border:0px;" scrolling="no" width="631" height="381" class="vidfyVideo" src="https://api.abplive.com/index.php/playmedia/wordpress/1148388bfbe9d9953fea775ecb3414c4/e4bb8c8e71139e0bd4911c0942b15236/dmlkLTE2MDIwNTQ2NjQxMzEzMDU1Njk4?embed=1"></iframe>
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
એસ્ટ્રો
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion