શોધખોળ કરો
Advertisement
IPL 2020: SRH વિરુદ્ધ મેદાનમાં ઉતરતા જ ધોની રચશે ઈતિહાસ, આજે બનાવશે આ મોટો રેકોર્ડ
આજની મેચ રમતા જ ધોની આઈપીએલમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. ધોની આઇપીએલમાં પણ સફળ કેપ્ટન રહ્યો છે, તેમણે પોતાની ટીમને ત્રણ વાર ટાઇટલ જીતાડી ચૂક્યો છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ચેન્નાઇ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સામે છે. આજની મેચ રમતા જ ધોની આઈપીએલમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. ધોની આઇપીએલમાં પણ સફળ કેપ્ટન રહ્યો છે, તેમણે પોતાની ટીમને ત્રણ વાર ટાઇટલ જીતાડી ચૂક્યો છે.
ક્રિકેટના તમામ ફૉર્મેટમાં પોતાની અલગ ઓળખ અને અનેક રેકોર્ડ બનાવનાર માહી આજની મેચ સાથે જ આઈપીએલ ટી-20માં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની જશે.
મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના આઈપીએલ કેરિયરમાં અત્યાર સુધી 193 મેચ રમી છે. ખાસ વાત તો એ છે કે, આટલી જ મેચ તેમના સાથી ખેલાડી સુરેશ રૈનાએ પણ રમી છે પરંતુ રૈના આ સીઝનમાં નથી રમી રહ્યો. એવામાં ધોની આ મામલે તેનો રેકોર્ડ તોડી દેશે. હાલમાં રૈના અને ધોની 193 મેચો સાથે સૌથી વધુ આઈપીએલ રમનાર ખેલાડી છે. આજે ધોની આ ખિતાબ પોતાના નામે કરી લેશે. આ સિવાય ધોની અન્ય બે રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે.
આઇપીએલમાં 4500 રન
ધોનીએ 193 આઇપીએલ મેચોમાં 42.22ની એવરેજથી 4476 રન બનાવ્યા છે, અને તે 4500ના આંકડાથી માત્ર 24 રન જ દુર છે. આઇપીએલમાં ધોનીથી વધુ રન માત્ર વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, ડેવિડ વોર્નર, શિખર ધવન, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલે જ બનાવ્યા છે.
300 છગ્ગામાંનો રેકોર્ડ
ટી-20 ક્રિકેટમાં 300 છગ્ગા ફટકારનારો ધોની ભારતનો ત્રીજો ખેલાડી બની શકે છે. ધોનીના ખાતામાં હાલ 298 છગ્ગા છે, તે 300 છગ્ગાના મુકામથી માત્ર બે છગ્ગા દુર છે. ધોની સિવાય બે ભારતીય બેટ્સમેનો છે જેને ટી20 ક્રિકેટમાં 300થી વધુ છગ્ગા ફટકાર્યા છે. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના ખાતમાં 371 છગ્ગા છે, જ્યારે સુરેશ રૈના 311 છગ્ગા ફટકારી ચૂક્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સનો મુખ્ય ખેલાડી સુરેશ રૈના આ વખતે આઇપીએલમાં નથી રમી રહ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion