શોધખોળ કરો
Advertisement
IPL 2020: મનોજ તિવારીએ આપ્યા સંકેત, સીએસકે માટે હરભજન સિંહની જગ્યા લેવા માટે તૈયાર છું
વિતેલા સપ્તાહે રૈનાએ પણ વ્યક્તિગત કારણોને લીધે ટૂર્નામેન્ટમાંથી હાથ ખેંચી લીધા હતા.
મુંબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સને સુક્રવારે વધુ એક ઝાટકો લાગ્યો, જ્યારે તેને દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે વ્યક્તિગત કારણઓસર આઈપીએલની આગામી સીઝનમાંથી પોતાનું નામ પરત ખેંચ્યું છે. સુરૈશ રૈનાના ટીમમાંથી બહાર થયા બાદ હરભજન બીજો ખેલાડી છે જેણે ટીમમાંથી હટવાનો નિર્ણય કર્યો છે.
વિતેલા સપ્તાહે રૈનાએ પણ વ્યક્તિગત કારણોને લીધે ટૂર્નામેન્ટમાંથી હાથ ખેંચી લીધા હતા. સીએસકે માટે રૈના અને હરભજનનું ન રમવું એક મોટો ઝાટકો હશે. બન્ને ખેલાડી આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. રૈના આઈપીએલમાં બીજો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે, જ્યારે હરભજન ત્રીજો સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે.
એવામાં જ્યારે મનોજ તિવારીએ ચેન્નઈ માટે રમવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ફ્રેન્ચાઈઝી જો કોઈ ખેલાડીની શોધ કરી રહી છે તો તિવારી ટીમમાં સામેલ થવા માટે પૂરી રીતે તૈયાર છે.
જો મનોજ તિવારીને સીએસકે તરફથી એ્ટ્રી મળે તો તે આશ્ચર્યજનક નહીં હોય. તે આઈપીએલમાં રમવા માટે નવો નથી અને એમએસ ધોનીના નેતૃત્વમાં સૌથી મહત્ત્વપૂર્ણ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ માટે પણ રમી ચૂક્યા છે. તેણે 2017માં ફાઈનલમાં સ્થાન મેળવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement