શોધખોળ કરો
Advertisement
IPL 2020: પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે પહોંચી હૈદરાબાદની ટીમ, ચેન્નઈ સિવાય તમામ ટીમો પાસે પ્લેઓફમાં પહોંચવાનો મોકો
નવ મેચ જીતીને મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છે.
IPL 2020 : આઈપીએલ 2020માં સનરાઈઝર્સ હૈદરાબાદ હજુ પણ પ્લેઓફની દોડમાં છે. હૈદરાબાદને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શનિવારે પાંચ વિકેટથી હરાવી દીધું હતું. આ જીત સાથે હૈદરાબાદની ટીમ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે પહોંચી ગઈ છે. બીજી તરફ બેંગ્લોરને સાત મેચમાં જીત મળીછે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે.
ચેન્નઈ સિવાય તમામ ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવાનો મોકો
સનરાઈઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ આ ચારેય ટીમોએ 13 મેચમાંથી 6 મેચ જીતી છે, જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. નેટ રન રેટના આધાર પર હૈદરાબાદ ચોથા, પંજાબ પાંચમાં, રાજસ્થાન છઠ્ઠા અને કોલકાતા સાતમાં નંબરે છે. મુંબઈ પ્લોઓફમાં પહોંચી ગઈ છે અને ચેન્નઈ બહાર થઈ ગઈ છે. હજુ પણ તમામ ટીમો પાસે પ્લેઓફમાં પહોંચવાની તક છે.
નવ મેચ જીતીને મુંબઈ ઈન્ડિયન્સ ટોચ પર છે. બીજા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છે. ત્રીજા નંબરે દિલ્હી કેપિટલ્સ, બેંગ્લોર અને દિલ્હી બન્ને સાત સાત મેચ જીતી છે પરંતુ નેટ રન રેટના આધારે બેંગ્લોર બીજા નંબરે છે.
Onwards and upwards 📈 We #KeepRising 🧡#RCBvSRH #OrangeArmy #IPL2020 pic.twitter.com/0oArCsO7iU
— SunRisers Hyderabad (@SunRisers) October 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement