શોધખોળ કરો
Advertisement
IPLની મેચો પહેલા આ મહિનાના અંતમાં BCCIની ટીમ યુએઇમાં રેકી કરવા જશે, જાણો વિગતે
આઇપીએલની 13મી સિઝન આ વખતે કૉવિડ-19ના કારણે દુબઇમાં રમાવવાની છે, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે
નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની સિઝન ભારતની જગ્યાએ આ વખતે યુએઇમાં રમાવવાની છે. આ માટે બીસીસીઆઇએ તમામ તૈયારીઓ કરી દીધી છે. બીસીસીઆઇની એક ટૉપ ટીમ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દુબઇ પહોંચી જશે, અને ત્યાં જઇને લીગ સાથે જોડાયેલી તમામ જગ્યાઓની રેકી કરી શકે છે. આઇપીએલની 13મી સિઝન આ વખતે કૉવિડ-19ના કારણે દુબઇમાં રમાવવાની છે, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
ગલ્ફ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, આઇપીએલ ચેરમેન વૃજેશ પટેલ, બીસીસીઆઇના વચગાળાના સીઇઓ હેમંગ અમિન અને આઇપીએલના સીઇઓને યુએઇ પહોંચ્યા બાદ પોતા પોતાની હૉટલોના રૂમમાં છ દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. બાદમાં તે કામ પર જઇ શકશે. બીસીસીઆઇને યુએઇમાં આઇપીએલ મહેમાનગતી માટે ભારત સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઇ છે.
લીગમાં આ વખતે એક નવો સ્પૉન્સર જોવા મળશે. કેમકે વીવો લીગનુ મુખ્ય સ્પૉન્સર હતુ, પણ હાલ હટી ગયુ છે. નવા સ્પૉન્સર માટે બીસીસીઆઇએ આવેદન આમંત્રિત કર્યા છે, જેના જમા કરાવવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે.
ખાસ વાત છે કે, આઇપીએલ સ્પૉન્સરશીપ તરીકે ચીની કંપની વીવો હટી ગયા બાદ કેટલીક કંપનીઓ આઇપીએલની સ્પૉન્સર બનવા માટે આગળ આવી છે, આમાં જે કંપનીઓ સામેલ છે જેમાં ઓનલાઇન શૉપિંગ દિગ્ગજ કંપની અમેઝોન, ફેન્ટસી સ્પૉર્ટ્સ કંપની ડ્રીમ 11 અને ટીમ ઇન્ડિયાની જર્સી સ્પૉન્સર અને ઓનલાઇન લર્નિંગ કંપની બાયઝૂ પણ આ રેસમાં સૌથી આગળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement