શોધખોળ કરો
Advertisement
આઇપીએલ દરમિયાન ફેસબુક પર યુવાઓની વચ્ચે આ ખેલાડી રહ્યો સૌથી વધુ ચર્ચામાં, જાણો વિગતે
ચર્ચા દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સ ટૉપ પર રહી, અને ત્યારબાદ રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર અને ચેન્નાઇ સુપર કિંગ્સનુ સ્થાન રહ્યું. ખેલાડીઓના મામલે કોહલી ટૉપ પર રહ્યો
નવી દિલ્હીઃ આઇપીએલમાં આ વર્ષે સૌથી વધુ ચર્ચા મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વિશે થઇ, પરંતુ જો ખેલાડીની વાત કરીએ તો, આ લિસ્ટમાં સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલીની થઇ છે. ફેસબુકે એક નિવેદનમાં કહ્યું કે તેના મંચ પર આઇપીએલ સાથે જોડાયેલી એક કરોડથી વધુ પૉસ્ટ નોંધવામાં આવી, આઇપીએલ વિશે ચર્ચા કરનારા લગભગ 74 ટકા લોકો 18 થી 34 વર્ષની ઉંમરના રહ્યાં.
ચર્ચા દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સ ટૉપ પર રહી, અને ત્યારબાદ રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર અને ચેન્નાઇ સુપર કિંગ્સનુ સ્થાન રહ્યું. ખેલાડીઓના મામલે કોહલી ટૉપ પર રહ્યો. ત્યારબાદ ચેન્નાઇનો મહેન્દ્ર સિંહ ધોની અને મુંબઇનો રોહિત શર્મા રહ્યો હતો. આઇપીએલ વિશે ચર્ચા કરનારાઓમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટકા અને બિહારના લોકો રહ્યાં.
ફેસબુક ઇન્ડિયાના ભાગીદાર પ્રમુખ અને નિર્દેશક મનિષ ચોપડાએ કહ્યું- ક્રિકેટ તમામ સીમાઓના પાર જઇને ભારતને કેટલાક વસ્તુઓમાં એકસાથે લાવવામાં માટેનુ એક છે. દર વર્ષે આઇપીએલ એક મોટો રમત તહેવાર બનીને ઉભર્યો છે. આ દેશમાં ક્રિકેટ પ્રેમીઓને કઠીન સમયમાં સાંસ્કૃતિક મોકો રહ્યો.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ ટીમે પાંચમી વાર આઇપીએલ ટાઇટલ જીત્યુ. કેપ્ટન રોહિતે 68 રનની મહત્વની ઇનિંગ રમી, અને બૉલ્ટે ધારદાર બૉલિંગ કરીને દિલ્હીને ફાઇનલમા પસ્ત કરી દીધુ હતુ. આ સાથે જ મુંબઇ નવા વર્ષનુ નવુ આઇપીએલ ચેમ્પિયન બન્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion