શોધખોળ કરો
Advertisement
IPL 2021: હરાજીની પ્રક્રિયા પૂરી, પરંતુ ટૂર્નામેન્ટ ક્યાં યોજાશે તે નક્કી નથી!
બીસીસીઆઈએ જોકે એ સ્પષ્ટ કરી દીધું છે કે આ કેશ-રિચ ટી20 ટૂર્નામેન્ટ આ વર્ષે ભારતમાં જ રમાશે પરંતુ આયોજન સ્થળોને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
IPL 2021: આઈપીએલ લીગની 14મી સીઝન માટે ગુરુવારે હરાજીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. આ વર્ષે આઈપીએલનું આયોજન એપ્રિલ-મેમાં થવાનું છે. પરંતુ આઈપીએલનું આયોજનના એક મહિના પહેલા સુધી ટૂર્નામેન્ટ ક્યાં રમાશે તેને લઈને અનેક સવાલ છે. બીસીસીઆઈએ આયોજન સ્થળને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. સનરાઈઝર્સ હૈદ્રાબાદના મેન્ટોર વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે આયોજનને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
બીસીસીઆઈ આઈપીએલના આયોજન માટે જુદા જુદા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. લક્ષ્મણનું માનવું છે કે, બીસીસીઆઈ તમામ ટીમોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. તેમણે કહ્યું, “આ એક હાઈ પ્રોફાઈલ ટૂર્નામેન્ટ છે અને તેના જુદા જુદા હિતધારકો જોડાયેલ છે અને બધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.”
વિતેલા વર્ષે ચાર હજાર કરોડથી વધારેની કમાણી કરી
બીસીસીઆઈએ જોકે એ સ્પષ્ટ કરી દીધું છે કે આ કેશ-રિચ ટી20 ટૂર્નામેન્ટ આ વર્ષે ભારતમાં જ રમાશે પરંતુ આયોજન સ્થળોને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. મેદાન પર દર્શકો આવશે કે નહીં તેને વિશે પણ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટૂંકમાં જ નિર્ણય લેવાની આશા રાખી છે.
વિતેલા વર્ષે કોરોનાને કારણે આઈપીએલનું આયોજન સંયુક્ત અરબ અમીરાતના ત્રણ શહેર-અબૂ ધાબી, દુબઈ અને શારજાહમાં કર્યું હતું. દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી ન હતી. તેમ છતાં તેનાથી બીસીસીઆઈને આઈપીએલથી 4000 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement