IPL 2021, DC vs SRH: આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ , જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
IPL 2021, Delhi Capitals vs Sunrisers Hyderabad:આઇપીએલના પ્રથમ તબક્કામાં દિલ્હી કેપિટલ્સની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. દિલ્હી પ્લેઓફમાં પહોંચે તેવી પૂરી સંભાવના છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2021ના બીજા તબક્કામાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. આઇપીએલ પોઇન્ટ ટેબલમાં દિલ્હી બીજા નંબર પર છે.
આઇપીએલના પ્રથમ તબક્કામાં દિલ્હી કેપિટલ્સની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. દિલ્હી પ્લેઓફમાં પહોંચે તેવી પૂરી સંભાવના છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આઇપીએલની આ સીઝન નિરાશાનજક રહી છે. પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદની ટીમ સૌથી નીચે છે. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 મેચ રમિ છે જેમાં હૈદરાબાદને 11 મેચ જીતી છે જ્યારે દિલ્હીએ આઠ મેચ જીતી છે.
આઇપીએલના પ્રથમ તબક્કામાં હૈદરાબાદની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ખરાબ દેખાવને પગલે ડેવિડ વોર્નર પાસેથી કેપ્ટનશીપ લઇને કેન વિલિયમ્સનને સોંપવામાં આવી હતી. તેમ છતાં ટીમે સાતમાંથી ફક્ત એક જ મેચ જીતી શકી છે. જોની બેયરસ્ટોએ સારુ પ્રદર્શન કર્યું છે. તેણે સૌથી વધુ 248 રન બનાવ્યા છે. જોકે, બીજા તબક્કામાં તે ટીમ સાથે રહેશે નહીં. વોર્નરની સાથે સહા ઓપનિંગ કરી શકે છે. મિડલ ઓર્ડરમાં કેપ્ટન વિલિયમ્સન, મનીષ પાંડે અને વિજય શંકર પર તમામની નજર રહેશે.
દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદનો ટી નટરાજન કોરોના સંક્રમિત થયો છે. આરટી-પીસાર ટેસ્ટમાં તે કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. ખેલાડી ઓઈલોસેટ થઈ ગયો છે અને સ્કવોડથી પણ હટી ગયો છે. તેનામાં હળવા લક્ષણો છે અને તેના સંપર્કમાં આવેલા છ ખેલાડી પણ આઈસોલેટ થઈ ગયા છે.પરંતુ દિલ્હી અને સનરાઇઝર્સ વચ્ચેની મેચ નિર્ધારીત સમયે જ રમાશે, કેમકે અન્ય ખેલાડીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પ્રથમ તબક્કાની સમાપ્તિ વખતે દિલ્હીની ટીમ 8 મેચમાં 12 પોઇન્ટ સાથે ટોચ પર હતી, જ્યારે હૈદરાબાદની ટીમ 7 મેચમાં 2 પોઇન્ટ સાથે તળિયે હતી.ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 14 માં મંગળવારે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. જીત સાથે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફ માટે મજબૂત દાવો કર્યો છે. આ સાથે જ આ વખતે પણ પંજાબ કિંગ્સ માટે પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ભય છે. ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ જો કે નંબર વન પર છે.