શોધખોળ કરો
Advertisement
IPLની કમાણી માટે BCCI 87 વર્ષથી ચાલતી આ સ્થાનિક ટુર્નામેન્ટ નહીં રમાડે, જાણો ક્યારથી શરૂ થશે IPL ?
રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈ આઈપીએલની 14મી એડિશન ઘર આંગણે રમાડશે. આ દરમિયાન બીસીસીઆઈ આપીએલની વધુ એક નવી ફ્રેન્ચાઇઝીની પણ જાહેરાત કરશે.
નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ સમાન ઈન્ડિયન પ્રીમિયર લીગની 2021ની સીઝનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, એપ્રિલના બીજા સપ્તાહથી આઈપીએલની શરૂઆત થઈ શકે છે. આ માટે 87 વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફી નહીં રમાય.
રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈ આઈપીએલની 14મી એડિશન ઘર આંગણે રમાડશે. આ માટે વાનખેડે, બ્રેબોન સ્ટેડિયમ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, નવી મુંબઈના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ અને પુણેમાં આવેલા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં મેચ રમાડી શકે છે. નોકઆઉટ ટુર્નામેન્ટની મેચો સરદાર પટેલ સ્ટેડિયમમાં પણ રમાઇ શકે છે.
કોરોના વાયરસના કારણે આઈપીએલ 2020 યુએઈમાં રમાઈ હતી. જેમાં ક્રિકેટ ચાહકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. કમાણી કરવાના હેતુથી આ વર્ષે આઈપીએલ 87 વર્ષથી ચાલી આવતી ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી નહીં રમાડાય અને તેના શિડ્યૂલમાં આઈપીએલની તારીખો ગોઠવવામાં આવશે. આઈપીએલ 2021 એપ્રિલ 11થી 14ની વચ્ચે શરૂ થશે અને 6 જૂનની આસપાસ પૂરી થશે.
આ દરમિયાન બીસીસીઆઈ આપીએલની વધુ એક નવી ફ્રેન્ચાઇઝીની પણ જાહેરાત કરશે. દુબઈમાં રમાયેલી આઈપીએલ 2020માં મુંબઈ ઈન્ડિયન્સ વિજેતા બન્યું હતું. મુંબઈ આઈપીએલનો ખિતાબ સૌથી વધુ વખત જીતનારી પ્રથમ ટીમ બની હતી. મુંબઈ ઈન્ડિયન્સ 2013, 2015, 2017, 2019, 2020માં આઈપીએલ વિજેતા બની ચુક્યુ છે.
Vadodara: યુવતીને બનેવી સાથે બંધાયા શારીરિક સંબંધ, બહેનની નજર સામે માણતી શરીર સુખ ને પછી....
દેશમાં આ તારીખથી પૂરી ક્ષમતા સાથે ખૂલશે સિનેમા હોલ, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement