RCB vs SRH: બેગ્લોર સામે હૈદરાબાદનો ચાર રનથી રોમાંચક વિજય
IPL 2021, Match 52, RCB vs SRH: આઇપીએલ 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો યોજાશે. બંન્ને વચ્ચે સાડા સાત વાગ્યે મેચ રમાશે
LIVE
Background
દુબઇઃ આઇપીએલ 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો યોજાશે. બંન્ને વચ્ચે સાડા સાત વાગ્યે મેચ રમાશે. વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબીએ પ્લે ઓફમાં સ્થાન મેળવી લીધું છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અગાઉથી જ પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. પોઇન્ટ ટેબલ્સમાં બેંગ્લોર 12 મેચમાં આઠ જીત સાથે 16 પોઇન્ટ્સ મેળવી બીજા સ્થાન પર છે. જ્યારે હૈદરાબાદ 12 મેચમાં બે મેચ જીતી શકી છે અને પોઇન્ટ ટેબલમાં આઠમા સ્થાન પર છે.
આ સીઝનમાં હૈદરાબાદે ત્રીજી મેચ જીતી
બેગ્લોર સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ચાર રનથી વિજય થયો હતો. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 141 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 137 રન કરી શકી હતી. બેંગ્લોર તરફથી દેવદત પડિક્કલે 52 બોલમાં 41 અને ગ્લે મેક્સવેલે 25 બોલમાં 40 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી તમામ બોલરોએ એક-એક વિકેટ ઝડપી હતી. આ સીઝનમાં હૈદરાબાદની આ ત્રીજી જીત છે.
મેક્સવેલ 40 રન બનાવી આઉટ
મેક્સવેલ 25 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો. તેને કેન વિલિયમ્સને રન આઉટ કર્યો હતો. મેક્સવેલે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. હાલમાં પડિક્કલ 37 અને ડિવિલિયર્સ એક રન બનાવી ક્રિઝ પર છે.
બેગ્લોરની ત્રીજી વિકેટ પડી
વિરાટ કોહલીની ટીમ સંકટમાં દેખાઇ રહી છે. 38 રન પર આરસીબીએ ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. શ્રીકર ભરત 12 રન બનાવી આઉટ થયો હતો. ભરતને યુવા બોલર ઉમરાન મલિકે આઉટ કર્યો હતો. આ ઉમરાન મલિકની આઇપીએલ કરિયરની પ્રથમ વિકેટ હતી.
બેગ્લોરની ખરાબ શરૂઆત
142 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી. વિરાટ કોહલી ફક્ત પાંચ રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ ઓવરમાં અંતિમ બોલ પર કોહલીને ભુવનેશ્વર કુમારે એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. બેગ્લોરને બીજો ઝટકો ડેન ક્રિશ્વિયનના રૂપમાં લાગ્યો હતો. ડેન એક રન બનાવી આઉટ થયો હતો.
બેગ્લોરની શાનદાર વાપસી
હૈદરાબાદ સામે બેગ્લોરે શાનદાર વાપસી કરી છે. હૈદરાબાદે ફ્કત બે રનની અંદર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. તેણે 105 રન પર પ્રિયમ ગર્ગ, 107 રન પર જેસન રોય અને અબ્દુલ સમદની વિકેટ ગુમાવી હતી. રોય 44, ગર્ગ 15 અને સમદ એક રન બનાવી આઉટ થયા હતા.