RR vs RCB, Match Highlights: રાજસ્થાન સામે બેંગ્લોરનો સાત વિકેટે વિજય, પ્લે ઓફની રેસમાં લગભગ બહાર સંજૂ સેમસનની ટીમ
IPL 2021, RR vs RCB: આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં બંન્ને ટીમો 23 વખત ટકરાઇ છે. આ દરમિયાન વિરાટ કોહલીની ટીમે 11 મેચ જીતી છે
LIVE
Background
Rajasthan Royals vs Royal Challengers Bangalore:આઇપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની ટીમ વચ્ચે મેચ રમાશે. આજે સાંજે સાડા સાત વાગ્યે દુબઇમાં મેચ રમાશે. આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોરની ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે.
રાજસ્થાન રોયલ્સે જો પ્લે ઓફમાં પહોંચવું છે તો કોઇ પણ ભોગે આજની મેચ જીતવી જ પડશે. વિરાટની ટીમ માટે પણ જીત જરૂરી છે. કારણ કે યુએઇમાં તેનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે.
આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં બંન્ને ટીમો 23 વખત ટકરાઇ છે. આ દરમિયાન વિરાટ કોહલીની ટીમે 11 મેચ જીતી છે તો રાજસ્થાને 10 મેચ જીતી છે.જોકે, રાજસ્થાન વિરુદ્ધ છેલ્લી ત્રણ મેચમાં આરસીબીનું પલડુ ભારે રહ્યું છે. આ ત્રણેય મેચમાં તેણે રાજસ્થાનને હાર આપી છે.
બેંગ્લોરે મેળવી સરળ જીત
રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની ટીમનો સાત વિકેટે વિજય થયો હતો. આ સાથે જ બેંગ્લોરની ટીમ પ્લે ઓફ તરફ આગળ વધી હતી. આ સીઝનમાં ટીમની સાતમી જીત છે. 11 મેચમાં હવે બેગ્લોરની ટીમના 14 પોઇન્ટ છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટ પર 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગ્લોરની ટીમે ફક્ત 17.1 ઓવરમાં સરળતાથી 150 રન ફટકારી જીત મેળવી હતી. આ હાર સાથે જ રાજસ્થાનની પ્લે ઓફમાં પહોંચવાની આશા લગભગ ખત્મ થઇ ગઇ છે.
બેંગ્લોર તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ અણનમ 50 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે છ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. જ્યારે કેએસ ભરતે 44 રનની ઇનિંગ રમી હતી.
કોહલી રનઆઉટ
દેવદત્ત પડ્ડિકલ બાદ વિરાટ કોહલી પણ પેવેલિયન ભેગો થઇ ગયો છે. તેણે 25 રન બનાવ્યા હતા.
બેગ્લોરને લાગ્યો પ્રથમ ઝટકો
આરસીબીને પ્રથમ ઝટકો લાગ્યો છે. પડ્ડિકલ 23 રન બનાવી આઉટ થયો હતો. મુસ્તફિઝુર રહેમાને પડ્ડિકલને બોલ્ડ કર્યો હતો.
આરસીબીની સારી શરૂઆત
આરસીબીએ સારી શરૂઆત કરી છે. ઓપનર્સે આક્રમક શરૂઆત અપાવી છે. કોહલી 20 અને દેવદત પડ્ડિકલ 22 રને રમતમાં છે.
બેગ્લોરને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ મળ્યો
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 149 રન બનાવ્યા છે. બેગ્લોરને જીત માટે 150 રન જોઇએ છે. આ મેચમાં રાજસ્થાને સારૂ શરૂઆત કરી હતી, ઓપનર એવિન લૂઇસ અને યશસ્વીએ સારી શરૂઆત અપાવી પણ ટીમનો અન્ય બેટ્સમેન તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. રાજસ્થાનની ટીમે આઠ ઓવરમાં 77 રન બનાવ્યા હતા પરંતુ બાદમાં 12 ઓવરમાં ફક્ત 72 રન બનાવી શકી હતી. જ્યારે આરસીબી તરફથી શાહબાદ અહમદ, ચહલ અને હર્ષલ પટેલે સારી બોલિંગ કરી હતી.