શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાનો આ સ્ટાર બેટ્સમેન ઓછા ભાવ આવતાં ઈજાનું બહાનું કાઢીને IPLમાં નહીં રમે ?
ક્લાર્કનું કહેવું છે કે, સ્મિથ ઈજાનું બહાનું કાઢીને IPLની 14મી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે અને એવું થશે તો તેમને કોઈ આશ્ચર્ય નહીં થાય.
મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન માટે તાજેતરમાં હરાજીની પ્રક્રિયા પૂરી થઇ છે. આ વર્ષે હરાજીમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડીના જોરદાર ભાવ આવ્યા પણ ઓસ્ટ્રેલિયાના ટોચના ખેલીડી અને ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને માત્ર 2.20 કરોડ રૂપિયા મળ્યા છે. દુનિયાના ટોપ બેટસમેનમાંથી એક સ્ટીવ સ્મિથને હરાજીમાં ઉંચો ભાવ ના મળતાં નિરાશ છે અને ઈજાનું બહાનું કાઢીને આઈપીએલમાં નહી રમે એવો દાવો કરાઈ રહ્યો છે. આ દાવો ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે જ કર્યો છે. ક્લાર્કનું કહેવું છે કે, સ્મિથ ઈજાનું બહાનું કાઢીને IPLની 14મી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે અને એવું થશે તો તેમને કોઈ આશ્ચર્ય નહીં થાય.
આ વર્ષે હરાજીમાં સ્ટીવ સ્મિથને ઉંચા ભાવે ખરીદાવાની આશા હતી પણ તેની બેઝ પ્રાઇસ 2 કરોડથી માત્ર 20 લાખ રૂપિયા વધારેમાં તેને ખરીદાયો છે. તેને દિલ્હી કેપિટલ્સ ટીમે 2.2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સ્મિથ જેવા મોટા ખેલાડી માટે આ ભાવ ખૂબ જ ઓછો છે તેથી તે નિરાશ છે. માઇકલ ક્લાર્કે સ્મિથને અંગે કહ્યું કે, ગયા વર્ષે સ્મિથ જે કિંમતમાં વેચાયો હતો એ જ ભાવ તેને મળવો જોઈતો હતો. આ ભાવ તેને ના મળતાં ભારત માટે રવાના થતા પહેલાં જો તેને હેમસ્ટ્રિંગ થઇ જાય તો મને કોઇ હેરાની થશે નહીં. ક્લાર્કનું કહેવું છે કે સ્મિથ હેમસ્ટ્રિંગ કે બીજી કોઇ ઇજાનો હવાલો આપીને આઇપીએલની 14મી સીઝનમાંથી પોતાનું નામ પાછું લઇ શકે છે.
તેણે કહ્યું કે વિરાટ કોહલી નંબર-1 છે તો સ્મિથ પણ ટોપ-3માં છે. તેની પાછલી આઇપીએલ સારી રહી નહોતી પણ તેને બહુ નીચો ભાવ મળ્યો છે તેમાં શંકા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement