IPL 2021: ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા IPLની આગામી સીઝન નહીં રમે ? CSKએ શું આપ્યું નિવેદન? જાણો
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાના અંગૂઠામાં ઈજા પહોંચી હતી. ઈજાના કારણે જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ અને લિમિટેડ ઓવર સીરિઝમાં ટીમનો હિસ્સો નહોતો.
IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની શરુઆત 9 એપ્રિલથી થવા જઈ રહી છે. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને નવી સીઝની શરુઆત પહેલા મોટો ઝટકો લાગી શકે છે. ટીમ મેનેજમેન્ટ પાસેથી મળેલી માહિતી અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ ફીટ થયો નથી. એવામાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે રમશે કે નહીં તેના પર પણ પ્રશ્નાર્થ છે.
ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓએ રવિદ્ર જાડેજાને લઈ અપડેટ જાહેર કર્યું છે. સીઈઓનું કહેવું છે કે, જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે તે સિવાય અમારી પાસે કોઈ વધારે જાણકારી નથી. તેમણે કહ્યું કે, જાડેજા ટીમ સાથે ક્યારે જોડાશે તે અંગે હાલમાં કહી શકાઈ નહીં. જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને ત્યાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો જાડેજા
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાના અંગૂઠામાં ઈજા પહોંચી હતી. ઈજાના કારણે જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ અને લિમિટેડ ઓવર સીરિઝમાં ટીમનો હિસ્સો નહોતો. થોડા દિવસ પહેલા જ જાડેજાએ બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ કરતો વીડિયો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ફરી બેટ પકડીને સારુ લાગી રહ્યું છે.
આ વીડિયો સામે આવ્યા બાદ જાડેજા જલ્દી જ સીએસકે સાથે જોડાશે તેવી અટકળો શરુ થઈ હતી. ઓલરાઉન્ડર જાડેજા સીએસકે માટે ખૂબજ મહત્વનો ખેલાડી છે. પરંતુ જે રીતે સીએસકેના સીઈઓએ નિવેદન આપ્યું છે તેનાથી લાગે છે કે, રવિન્દ્ર જાડેજા આઈપીએલની શરુઆતની મેચમાંથી બહાર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ માટે સીએસકના મોટાભાગના ખેલાડીઓ મુંબઈમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે.
મલાઇકા અરોડા સાથે લગ્નનો સવાલ કરતા અર્જુન કપૂરે આપ્યું આવું રિએકશન, જાણો શું કહ્યું?