IPL 2022: IPLની આ ટીમે ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરને સોંપી મહત્વની જવાબદારી
નોંધનીય છે કે અગરકરે ભારત તરફથી રમતા વન-ડેમાં 288 અને ટેસ્ટમાં 58 વિકેટ ઝડપી છે
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરને બુધવારે સત્તાવાર રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ બનાવવામાં આવ્યા છે.
દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા બાદ અગરકરે કહ્યું હતું કે "હું આ સિઝન માટે દિલ્હી કેપિટલ્સનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું." તે ચોક્કસપણે ખૂબ રોમાંચક છે. અમારી પાસે એક યુવા અને અદભૂત ટીમ છે. આ ટીમનું નેતૃત્વ વિશ્વના સૌથી તેજસ્વી ખેલાડીઓમાંથી એક રિષભ પંત કરે છે. અગરકરે કહ્યું કે કોચ રિકી પોન્ટિંગ મહાન ખેલાડી છે. હું તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું.”
નોંધનીય છે કે અગરકરે ભારત તરફથી રમતા વન-ડેમાં 288 અને ટેસ્ટમાં 58 વિકેટ ઝડપી છે. અગરકર દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં જોડાશે. જેમાં પોન્ટિંગ, પ્રવીણ આમરે (સહાયક કોચ) અને જેમ્સ હોપ્સ (બોલિંગ કોચ)નો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે અજીત અગરકરે ટીમ ઈન્ડિયા તરફથી 191 વન-ડે મેચ રમી છે. દરમિયાન તેમણે 288 વિકેટ ઝડપી છે. તેમણે 26 ટેસ્ટ મેચમાં 58 વિકેટ ઝડપી છે. સાથે તેમણે ચાર ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. અગરકરે 42 IPL મેચમાં 29 વિકેટ લીધી છે.
Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે
SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું