IPL 2022: આ ટીમમાં બોલિંગ કોચ બની શકે છે Dale Steyn
નોંધનીય છે કે ડેલ સ્ટેઇન આઇપીએલ 2013થી 2015 સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે.
![IPL 2022: આ ટીમમાં બોલિંગ કોચ બની શકે છે Dale Steyn IPL 2022: Dale Steyn in line to be roped in as SRH's bowling coach IPL 2022: આ ટીમમાં બોલિંગ કોચ બની શકે છે Dale Steyn](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/16/26ea8af91baea42f14e59092b7325fa5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dale Steyn Can Become Bowling Coach Of Sunrisers Hyderabad: સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર અને આઇપીએલમાં અનેક ટીમો તરફથી રમી ચૂકેલા ડેલ સ્ટેઇનને ઇન્ડિયન પ્રિમિયર લીગની આગામી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ કોચ બનાવવામાં આવી શકે છે.
ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડેલ સ્ટેઇનને આઇપીએલ 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ કોચ બનાવવામાં આવી શકે છે. ફ્રેન્ચાઇઝીના એક અધિકારીએ ડેલ સ્ટેઇનને બોલિંગ કોચ બનાવવાની પુષ્ટી કરી છે.
વાસ્તવમાં સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર વીવીએસ લક્ષ્મણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે સિવાય ટીમના હેડ કોચ ટોમ મૂડી અને બેટિંગ કોચ બ્રેડ હેડિન પણ આઇપીએલ 2022 માટે ઉપલબ્ધ રહેશે નહીં.
નોંધનીય છે કે ડેલ સ્ટેઇન આઇપીએલ 2013થી 2015 સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે. તે આઇપીએલમાં 95 મેચમાં 97 વિકેટ ઝડપી હતી. આઇપીએલમાં તે હૈદરાબાદ સિવાય બેંગલુરુ, ગુજરાત લાયન્સ અને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદનો હિસ્સો રહી ચૂક્યો છે. તાજેતરમાં જ સ્ટેઇને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. તેણે પોતાની અંતિમ મેચ માર્ચ 2019માં શ્રીલંકા સામે રમી હતી.
Surat: પાંડેસરામાં 10 વર્ષીય માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, મહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ
India Corona Cases: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો
Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયો, નહીં તો પછી.......
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)