(Source: ECI/ABP News/ABP Majha)
IPL Mega Auction: Coronaના કારણે IPL મેગા ઓક્શનની તારીખ બદલાઇ શકે છે
સૂત્રોના મતે હાલમાં આ અંગે વાત કરવી યોગ્ય નથી. અમે વાસ્તવમાં ખેલાડીઓ અને સહયોગી કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે ચિંતિત છીએ.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં યોજાવાની છે પરંતુ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી બીસીસીઆઇ મેગા ઓક્શનની તારીખમાં ફેરફાર કરી શકે છે. બીસીસીઆઇના સૂત્રના કહેવા પ્રમાણે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તે અનુસાર કામ કરીશું. અમે આઇપીએલની તારીખ અને સ્થાનને અંતિમ સ્વરૂપ આપી દીધું છે જે હજુ બદલાયું નથી. પરંતુ સ્થિતિ ખરાબ થશે તો સરકારના દિશા નિર્દેર્શો અનુસાર તમામ તૈયારીઓ કરીશું. બીજી તરફ બોર્ડ પણ સુરક્ષિત વાતાવરણમાં આઇપીએલ કરાવવા માંગે છે. આ વખતે બીસીસીઆઇ ઇચ્છતું નથી કે ટુનામેન્ટમાં કોઇ અડચણ આવે અને આ માટે તમામ ફ્રેન્ચાઇઝીને આ માટે યોજના બનાવવાના દિશા નિર્દેશ અપાયા છે.
સૂત્રોના મતે હાલમાં આ અંગે વાત કરવી યોગ્ય નથી. અમે વાસ્તવમાં ખેલાડીઓ અને સહયોગી કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે ચિંતિત છીએ. એવી કોઇ સ્થિતિ ઇચ્છતા નથી જ્યાં કોઇ સમસ્યા આવે. આઇપીએલની છેલ્લી સીઝનમાં કોરોનાના કારણે બે ભાગમાં રમાઇ હતી. સીઝનના પ્રથમ તબક્કો ભારતમાં યોજાયો હતો પરંતુ કેટલાક ખેલાડીઓને કોરોના થતા બીજો તબક્કો યુએઇમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રમાયો હતો. નોંધનીય છે કે આ વર્ષે આઇપીએલમાં બે ટીમનો વધારો થયો છે. અમદાવાદ અને લખનઉ નવી ટીમ તરીકે જોડાઇ છે.
PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ
Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?