IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?
ટુનામેન્ટની ફાઇનલ 29 મેચના રોજ રમાશે. જોકે પ્લે ઓફ માટે હજુ સુધી સ્થળ અને તારીખ નક્કી નથી
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ મેચ 29 મેના રોજ રમાઇ શકે છે. જ્યારે આઇપીએલ 2022ની શરૂઆત માર્ચના અંતિમ સપ્તાહમાં થઇ શકે છે. આ સીઝનમાં 70 ગ્રુપ સ્ટેજ મેચ રમાઇ શકે છે. રિપોર્ટ અનુસાર આઇપીએલમાં 55 મેચ મુંબઇમાં અને 15 મેચ પૂણેમાં રમાઇ શકે છે. બીસીસીઆઇ આઇપીએલના કાર્યક્રમને લઇને 24 ફેબ્રુઆરીના રોજ અંતિમ નિર્ણય લઇ શકે છે. જેને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
ક્રિકબઝના અહેવાલ અનુસાર, આઇપીએલ 2022ની 55 મેચ મુંબઇના ત્રણ સ્ટેડિયમમાં રમાઇ શકે છે. જેમાં વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમ સામેલ છે. તે સિવાય પૂણેના એમસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પણ 15 મેચ રમાઇ શકે છે.
રિપોર્ટ અનુસાર કોઇ પણ પરિસ્થિતિમાં ટુનામેન્ટની ફાઇનલ 29 મેચના રોજ રમાશે. જોકે પ્લે ઓફ માટે હજુ સુધી સ્થળ અને તારીખ નક્કી નથી. આઇપીએલની શરૂઆત 26 અથવા 27 માર્ચના રોજ થઇ શકે છે. જેને લઇને બીસીસીઆઇ અથવા આઇપીએલ તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
નોંધનીય છે કે આઇપીએલના અધિકારી મેચની તારીખને લઇને 24 ફેબ્રુઆરીના રોજ નિર્ણય લઇ શકે છે. આ સીઝનમાં આઠના બદલે 10 ટીમો રમતી જોવા મળશે. આઇપીએલ 2022 અગાઉ ઓક્શનમાં અનેક ખેલાડીઓની ટીમો પણ બદલાઇ છે.
Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે
SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું