IPLની ગુજરાત ટાઈટન્સ ટીમના ગરબાઃ હાર્દિક તેની પત્ની સાથે ગરબા રમતો જોવા મળ્યો, જુઓ વીડિયો
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2022ની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સે અલગ જ અંદાજમાં નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે.
Gujarat Titans Navratri Garba: હાલ આસો નવરાત્રીની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં રંગેચંગે નવલાં નોરતાંના ગરબા થઈ રહ્યા છે. ત્યારે ઈન્ડિયન પ્રિમિયર લીગ 2022ની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સે પણ અલગ જ અંદાજમાં નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે.
ગુજરાત ટાઈટન્સના ખેલાડી ગરબે ઝુમ્યાઃ
ગુજરાત ટાઈટન્સના (Gujarat Titans) ઓફિશીયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, ટીમના ખેલાડીઓ અને સમગ્ર ટીમના સભ્યો ગરબા અને ડાંડીયા રમી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સના ઈંસ્ટા પેજ પર શેર કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં લખવામમાં આવ્યું છે - એ હાલો, મોર બની થનગાટ કરવા! #TitansFAM ને શક્તિ ના પર્વ નવરાત્રી ની શુભકામનાઓ!. મહત્વનું છે કે, આ વીડિયો નવરાત્રીના પ્રથમ નોરતે શેર કરવામાં આવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
તમામ ખેલાડીઓ ટ્રેડિશનલ કપડાંમાં જોવા મળ્યાઃ
વીડિયોમાં દેખાય છે કે, ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સાથે ડાંડીયા રમી રહ્યો છે. આ સાથે ટીમના સ્ટાર ખેલાડીઓ શુભમન ગિલ, રાશિદ ખાન, ફરગુસન અને ટીમના કોચ આશિષ નહેરા પણ ગરબા કરતા જોવા મળે છે. આ દરમિયાન તમામ ખેલાડીઓ ટ્રેડિશનલ કપડાં પહેરલ જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ આ ગરબાનું આયોજન આઈપીએલ દરમિયાન જ્યારે ગુજરાતની ટીમ અમદાવાદ આવી ત્યારે કરાયેલું હોઈ શકે છે. એ સમયના ગરબાનો વીડિયો હાલ ગુજરાત ટાઈટન્સે શેર કર્યો હોઈ શકે છે.
View this post on Instagram