CSK vs GT, 1 Innings Highlight: ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાતને આપ્યો 179 રનનો ટાર્ગેટ, ઋતુરાજની 92 રનની શાનદાર ઈનિંગ
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા.
CSK vs GT, 1 Innings Highlight: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. તેના સિવાય મોઇન અલીએ 23 રનની ઇનિંગ રમી હતી. ધોનીએ છેલ્લી ઓવરમાં એક ફોર અને એક સિક્સ ફટકારીને ટીમનો સ્કોર સાત વિકેટે 178 રન સુધી પહોંચાડ્યો હતો.
GT vs CSK Live: ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન- રિદ્ધિમાન સાહા (WK), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (C), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન- ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (CWK), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હેંગરગેકર
ચેન્નઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ સાથે રાજવર્ધને બનાવ્યો રેકોર્ડ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની શરૂઆત ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચ સાથે થઈ છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સની ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં કોઈ વિલંબ કર્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આ મેચમાં 20 વર્ષીય ફાસ્ટ બોલર રાજવર્ધન હંગરગરકરને ટીમમાં સામેલ કર્યો છે.
રાજવર્ધન હંગરગરકર માત્ર 20 વર્ષનો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કરનાર ચોથો સૌથી યુવા ખેલાડી બન્યો છે. આ મામલામાં અભિનવ મુકુંદનું નામ પ્રથમ સ્થાને છે, જેણે 18 વર્ષની ઉંમરે CSK માટે ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ અંકિત રાજપૂત અને મતિશા પથિરાનાનું નામ ત્રીજા સ્થાને જોવા મળી રહ્યું છે.
હંગરગરકરની વાત કરીએ તો તે મહારાષ્ટ્રનો રહેવાસી છે અને ભારતીય અંડર-19 ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે. અત્યાર સુધી રાજવર્ધન હંગરગરકરે તેની કારકિર્દીમાં કુલ 8 T20 મેચ રમી છે, જેમાં તેણે 5 વિકેટ ઝડપી છે.
બેન સ્ટોક્સને પણ ચેન્નાઈની ટીમમાં જગ્યા મળી છે
આ મેચને લઈને ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11ની વાત કરીએ તો તેમાં બેન સ્ટોક્સને પણ જગ્યા મળી છે, જે પહેલીવાર ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં રમતા જોવા મળશે. આ સિવાય ટીમમાં દીપક ચહર પણ છે જે ઈજાના કારણે ગત સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો.
ગુજરાત ટાઇટન્સની ટીમમાંથી કેન વિલિયમસન જોવા મળશે, જેને આ સિઝનની મિની ઓક્શન દરમિયાન ટીમે સામેલ કર્યો હતો.