શોધખોળ કરો

Jaydev Unadkat Injury: નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો જયદેવ ઉનડકટ, લખનઉનું ટેન્શન વધ્યું

IPLની 16મી સિઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના સભ્ય જયદેવ ઉનડકટનું નામ પણ જોડાઈ ગયું છે.

IPL 2023, Jaydev Unadkat Injury: IPLની 16મી સિઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના સભ્ય જયદેવ ઉનડકટનું નામ પણ જોડાઈ ગયું છે. 30 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ પહેલા ટીમ પ્રેક્ટિસ દરમિયાન જયદેવ ઉનડકટને ડાબા ખભામાં ગંભીર ઈજા થઈ હતી.

નેટ પ્રેક્ટિસ સમયે બોલિંગ કરતી વખતે જયદેવ ઉનડકટનો એક પગ નેટ પર ફસાઈ ગયો હતો અને તેના કારણે તે ખૂબ જ ઝડપથી પડી ગયો હતો. જ્યારે જયદેવ ઉનડકટને ઈજા થઈ ત્યારે તે સ્પષ્ટપણે પીડામાં દેખાઈ રહ્યો હતો. અહેવાલો અનુસાર ઉનડકટ હાલમાં લખનૌની ટીમ સાથે છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજાના અપડેટ માટે સતત સંપર્કમાં છે.

જયદેવ ઉનડકટના સંબંધમાં ESPN ક્રિકઇન્ફોના સમાચાર મુજબ, તેના ખભામાં હજુ પણ સોજો છે. જણાવી દઈએ કે ઉનડકટને 7 જૂનથી યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમનો પણ ભાગ બનાવવામાં આવ્યો છે. ઉનડકટની ઈજાના સમાચારે ચોક્કસપણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન પણ વધારી દીધું છે.

કેએલ રાહુલ આરસીબી સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો

RCB સામેની મેચ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કેએલ રાહુલ પણ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈનિંગની બીજી ઓવરમાં મેદાનની બહાર ગયા બાદ રાહુલે ફરી આખી ઈનિંગ દરમિયાન મેચમાં વધુ ભાગ લીધો ન હતો. બાઉન્ડ્રી રોકવાના પ્રયાસમાં રાહુલ બોલનો પીછો કરી રહ્યો હતો. આ દરમિયાન તેના જમણા પગમાં ખેંચ આવતા તે જમીન પર આડો પડી ગયો હતો. આ પછી સાથી ખેલાડીઓની મદદથી રાહુલને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. 

બેંગ્લુરુની ટીમે મેચ 18 રને જીતી લીધી

IPLની 16મી સિઝનની 43મી લીગ મેચ લો સ્કોરિંગ રહી હતી.  પરંતુ તમામ ચાહકોમાં મેચને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની તેમની પાછલી હારની બરાબરી કરી હતી અને મેચ 18 રને જીતી લીધી હતી. 127 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ 19.5 ઓવરમાં 108ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આરસીબી તરફથી બોલિંગમાં કર્ણ શર્મા અને હેઝલવુડે 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget