MI vs GT, Match Highlights: મુંબઈએ ગુજરાત સામે 27 રનથી હરાવ્યું, રાશિદ ખાને કરી વિસ્ફોટક બેટિંગ
MI vs GT, Match Highlights: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. આ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સને 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
MI vs GT, Match Highlights: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. આ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સને 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સને મેચ જીતવા માટે 219 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. આ સાથે જ આ જીત બાદ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે સરકી ગઈ છે.
ગુજરાત ટાઇટન્સને 219 રનનો ટાર્ગેટ મળ્યો હતો
ગુજરાત ટાઇટન્સને મેચ જીતવા માટે 219 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ હાર્દિક પંડ્યાની ટીમ નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી. જેના કારણે 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 191 રન જ બનાવી શક્યા હતા. ગુજરાત ટાઇટન્સને પહેલો ફટકો રિદ્ધિમાન સાહાના રૂપમાં લાગ્યો હતો. તે સમયે ગુજરાત ટાઇટન્સનો સ્કોર માત્ર 7 રન હતો. આ સિવાય કેપ્ટન હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. ગુજરાત ટાઇટન્સે 55 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમ ક્યારેય રિધમમાં આવી શકી નહોતી.
બોલિંગ બાદ બેટિંગમાં રાશિદ ખાનનો કમાલ
ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને સૌથી વધુ રન બનાવ્યા હતા. રાશિદ ખાને 32 બોલમાં 79 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, વિજય શંકરે 14 બોલમાં 29 રન બનાવ્યા હતા. વિજય શંકરે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, ગુજરાત ટાઇટન્સના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જેના કારણે હાર્દિક પંડ્યાની ટીમ માત્ર 191 રન સુધી જ પહોંચી શકી હતી.
સૂર્યકુમાર યાદવની શાનદાર સદીની ઇનિંગ
આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે 49 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય ઈશાન કિશને 20 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વિષ્ણુ વિનોદે 20 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની વાત કરીએ તો આકાશ માધવાલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પીયૂષ ચાવલા અને કુમાર કાર્તિકેયને 2-2 સફળતા મળી હતી. આ સિવાય જેસન બેહરડોફે હાર્દિક પંડ્યાને પોતાનો શિકાર બનાવ્યો હતો.