PBKS vs MI, Match Highlights: પંજાબ સામે મુંબઈની શાનદાર જીત, સૂર્ય કુમાર અને ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ
PBKS vs MI Match Highlights: IPL 2023 માં 46મી લીગ મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મોહાલીમાં રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટે જીત મેળવી હતી. મુંબઈની આ જીતમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ હીરો હતા.
PBKS vs MI Match Highlights: IPL 2023 માં 46મી લીગ મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મોહાલીમાં રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટે જીત મેળવી હતી. મુંબઈની આ જીતમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ હીરો હતા. ઈશાને 75 અને સૂર્યાએ 66 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ પંજાબ કિંગ્સના નાથન એલિસે બોલિંગમાં 2 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરીને પંજાબે 20 ઓવરમાં 3 વિકેટે 214 રન બનાવ્યા હતા.
That's that from Match 46.@mipaltan register a 6-wicket win against #PBKS to add to crucial points to their tally.#MI chase down the target in 18.5 overs.
— IndianPremierLeague (@IPL) May 3, 2023
Scorecard - https://t.co/IPLsfnImuP #TATAIPL #PBKSvMI #IPL2023 pic.twitter.com/SeKR48s9Vv
રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો
મુંબઈ તરફથી ઓપનિંગ કરવા આવેલ રોહિત શર્મા પહેલી જ ઓવરના ત્રીજા બોલ પર ઝડપી બોલર ઋષિ ધવનનો શિકાર બન્યો હતો. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેમેરોન ગ્રીન ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યો ન હતો અને 18 બોલમાં 23 રન બનાવ્યા બાદ છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર નાથન એલિસનો શિકાર બન્યો હતો. બાઉન્ડ્રી લાઇન પાસે રાહુલ ચહરે તેનો કેચ પકડ્યો હતો. ઈશાન અને કેમેરોન ગ્રીને બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી નોંધાવી હતી.
સૂર્યકુમાર યાદવે ઈશાન કિશન સાથે મજબૂત ભાગીદારી કરી હતી
બીજી વિકેટ પડ્યા બાદ મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે ટીમ માટે શાનદાર ઇનિંગ રમતા 212ના સ્ટ્રાઇક રેટથી 31 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 8 ફોર અને 2 સિક્સ સામેલ હતી. સૂર્યા 16મી ઓવરના પહેલા બોલ પર નાથન એલિસના હાથે કેચ આઉટ થયો હતો. સૂર્યા અને ઈશાન કિશને ત્રીજી વિકેટ માટે 55 બોલમાં 116 રનની ઝડપી ભાગીદારી કરી હતી. મુંબઈની ટીમ હજુ સૂર્યાની વિકેટમાંથી બહાર નીકળવાની બાકી હતી કે ઈશાન કિશન 17મી ઓવરના પહેલા બોલ પર આઉટ થઈ ગયો. તેણે 41 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 75 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 182.93 રહ્યો છે.
તિલક વર્મા લયમાં જોવા મળ્યો
મુંબઈ તરફથી પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ ઝડપી બેટિંગ કરતા 26* રન બનાવ્યા હતા. આ સાથે જ ટિમ ડેવિડે અણનમ 19 રન બનાવ્યા હતા.