RR vs RCB: બેગ્લોર સામે ભૂંડી રીતે હાર્યું રાજસ્થાન, ટીમ 59 રનમાં જ થઈ ગઈ ઓલઆઉટ
RR vs RCB, IPL 2023: IPL 2023 ની 60મી મેચ રવિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા.
RR vs RCB, IPL 2023: IPL 2023 ની 60મી મેચ રવિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 10.3 ઓવરમાં 59 રનમાં સમેટાઈ ગઈ હતી. આરસીબીએ આ મેચ 112 રને જીતી હતી. આ સિઝનમાં બેંગ્લોરની આ છઠ્ઠી જીત છે.
A formidable performance from @RCBTweets as they claim a mammoth 112-run victory in Jaipur 🙌
— IndianPremierLeague (@IPL) May 14, 2023
They climb to number 5️⃣ on the points table 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/NMSa3HfybT #TATAIPL | #RRvRCB pic.twitter.com/BxkMKBsL3W
172 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બીજા જ બોલ પર મોહમ્મદ સિરાજે યશસ્વી જયવાલને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. છેલ્લી મેચમાં સદી ફટકારનાર યશસ્વી આજે ખાતું પણ ખોલી શક્યો નહોતો. તેણે બે બોલનો સામનો કર્યો. બીજી ઓવરમાં વેઈન પાર્નેલે રાજસ્થાનના ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી. તેણે બીજા બોલ પર ઓપનર જોસ બટલરને પેવેલિયન મોકલ્યો હતો. બટલરે પણ ખાતું ખોલાવ્યા વિના જ સિરાજને કેચ સોંપ્યો હતો.
7 રનની અંદર રાજસ્થાનની ત્રણ વિકેટ પડી
પાર્નેલે એ જ ઓવરના ચોથા બોલ પર કેપ્ટન સંજુ સેમસનની વિકેટ લીધી હતી. સંજુએ 5 બોલમાં 4 રન બનાવીને અનુજ રાવતને કેચ આપી દીધો હતો. 7 રનની અંદર રાજસ્થાનની ત્રણ વિકેટ પડી ગઈ હતી. રાજસ્થાનને 5મી ઓવરના બીજા બોલ પર ચોથો ઝટકો લાગ્યો હતો. માઈકલ બ્રેસવેલે દેવદત્ત પડિકલની વિકેટ લીધી હતી. પડિકલે 4 બોલમાં 4 રન બનાવ્યા હતા. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં રાજસ્થાનની પાંચમી વિકેટ પડી હતી. વેઇન પાર્નેલ જો રૂટને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. IPLની પ્રથમ સિઝન રમી રહેલ રૂટ 15 બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.
પાવરપ્લેમાં રાજસ્થાનનો સ્કોર 5 વિકેટના નુકસાને 28 રન હતો. રાજસ્થાનને 7મી ઓવરમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. માઈકલ બ્રેસવેલે ધ્રુવ જુરેલને પેવેલિયનમાં મોકલ્યો. તે પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 7 બોલમાં 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આર અશ્વિન 8મી ઓવરના છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. તેણે એક પણ બોલનો સામનો કર્યો ન હતો. વિકેટ પાછળ અનુજ રાવતની ચતુરાઈથી RCBને બીજી વિકેટ મળી. હેટમાયર 10મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેના સિવાય એડમ ઝમ્પાએ 2 અને કેએમ આસિફનું ખાતું પણ ખોલ્યું ન હતું.